તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભારંભ:વડતાલધામમાં હરિસ્મૃતિની માસિક કથાનો પ્રારંભ થયો

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણા દેશમાં અધિકમાસના પવિત્ર દિવસોમાં દેવાલયો દેવપૂજાથી ધમધમી ઊઠે છે. આજરોજ તા 19-09-2020થી 17-10-2020 સુધી શ્રીહરિયાગનો આરંભ કરવામાં આવ્યો છે. 12 ભુદેવો પ્રતિદિન શ્રીજનમંગલ સ્તોત્ર દ્વારા હોમ આહુતિ આપશે. અને કોરોના આદિક મહામારીથી રક્ષાની પ્રાર્થના કરશે. શેઠશ્રી ઘનશ્યામભાઈ શીવાભાઈ પટેલ પરિવાર ખાંધલીના મુખ્યયજમાન પદે રોજ સવારે 8-00 થી 12-30 અને બપોર પછિ 2-00 થી 6-30 આહુતિઓ આપવામાં આવશે . વડતાલગાદિપતિ પ પૂ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો સંત સ્વામી, પૂ ગોવિંદ સ્વામી મેતપુર, પૂ હરિપ્રકાશ સ્વામી અથાણાવાળા, પૂ શ્રીવલ્લભ સ્વામી તથા સુર્યપ્રકાશ સ્વામી સારંગપુર મુનિ સ્વામી: શ્યામ સ્વામી વગેરેના હસ્તે થયો હતો: પુરોહિત ધીરેનભાઇ ભટ્ટે મંત્રોચ્ચાર સાથે વિધિ કરાવી હતી:આ હરિયાગ 30 દિવસ સુધી ચાલશે અને યજમાનો તેનો લાભ લેશે.

અન્ય સમાચારો પણ છે...