સાસરિયાઓ સામે ફરિયાદ:ખેડાના ગળતેશ્વરના રૂસ્તમપુરાની યુવતીને અમદાવાદના સાસરિયાઓએ ત્રાસ આપતા ફરિયાદ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજમાં 20 લાખની માંગણી કરતા પરીણિતાએ પોતાના પતિ, સાસુ, નણંદ અને નણદોઈ સામે નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લામાં પરીણિતાઓ પર અત્યાચારના બનાવોની સંખ્યા વધી રહી છે. ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરાની યુવતીને અમદાવાદના સાસરિયાઓએ દહેજ તેમજ ઘરકામ બાબતે ત્રાસ આપ્યો છે. ઉપરાંત તેણીને ઘરમાંથી કાઢી મૂકતા બેબાકડી બનેલ પરીણિતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પરીણિતાએ નડિયાદ મહિલા પોલીસમાં પોતાના પતિ, સાસુ, નણંદ અને નણદોઈ સામે ફરિયાદ નોંધાવી છે.

ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરામાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2013માં અમદાવાદ રાયખડ વિસ્તારમાં રહેતા મુઝમિલ સાકિર હુસેન સૈયદ સાથે થયા હતા. શરૂઆતના તબક્કામાં લગ્નજીવન સુખમય ગયું હતું બાદમાં સાસરીયાઓએ પોતાનો અસલ મીજાજ બતાવ્યો હતો. અને પરીણિતા પર ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.

આ બનાવ સંદર્ભે પીડિતાએ નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે લગ્નના એક મહીના બાદથી તેણીના પતિ તથા સાસુ, નણંદ અને નણદોઈ તેણીને કહેતા કે તારે બાળક રહેતું નથી તેને તલાક આપી દઈશું તેમ કહી મહેણાં ટોણાં મારી હેરાન પરેશાન કરતા હતા. ઘરસંસાર બગડે નહી તેથી પીડીતા મૂંગા મોઢે સહન કરતી હતી. દરમિયાન સારા દિવસો આવતાં પીડીતાએ એક દિકરાને જન્મ આપ્યો હતો. આ વખતે પણ ડીલેવરીના સમયે તેણીના પતિ તથા સાસરીવાળા એને દવાખાને મુકી કોઇને પણ પણ કહ્યા વગર તેમના ઘરે જતા રહ્યા હતા.

ડીલેવરીનો તમામ ખર્ચ પીડિતાના પિતાએ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેના સાસરીવાળાએ પરીણિતાના માતા પિતાને ફોનથી જણાવ્યું હતું કે તમે તમારી દીકરીને તમારા ઘરે લઇ જાવ જેથી પીડીતાના માતા-પિતા પોતાના ઘરે લઈ ગયા હતા. આશરે ત્રણ મહિના બાદ પીડિતા પોતાની સાસરીમાં આવી હતી.

આ સમયે તેણીના પતિ વગર કારણે તેની સાથે ઝગડા કરી મારઝૂડ કરતા હતા. તેમજ પીડિતાના નણંદ, નણંદોઇ કહેતા કે તને છૂટાછેડા આપી દેવાના છે. ઉપરાંત નણંદ તથા નણંદોઈ તેમજ સાસુ તેણીને પોતાના પિયરમાંથી 20 લાખ રૂપિયા લઈ આવ તેમ કહેતા હતા. તેમજ તેણીના પિતાની જમીન પર તેના પતિના નામે કરી દેવાનું કહેતા હતા. તારો ઘર સંસાર સારી રીતે ચલાવવો હોય અને અહીંયા તારે અને તારા દીકરાને શાંતીથી રહેવું હોય તો અમે કહીએ તેમ તારે કરવાનું તેમ કહી દહેજની માંગણી કરતા હતાં.

આથી માનસિક રીતે બેબાકડી બનેલી પરીણિતાએ નડિયાદ મહિલા પોલીસમાં પોતાના પતિ મુઝમીંલ સાકીરહુસેન સૈયદ, સાસુ મહેજબીન સૈયદ, નણંદ આયેશાસિદીકા સૈયદ અને નણદોઈ તસમીરહુસેન સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498A, 504, 506(2) અને 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...