તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ:કઠલાલની પરિણીતાને ત્રાસ આપી સાસરીમાંથી કાઢી મુકતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ પોતાના પતિ, સાસુ, દિયર, દેરાણી અને જેઠાણી વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

કઠલાલ ગામે રહેતી એક પરીણિતા પર સાસરીયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતાં પરિણીતાએ પોતાના પિયરમાં આવી ડાકોર પોલીસ મથકે પોતાના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઠાસરા તાલુકાના વણોતી ગામે મહિલાના લગ્ન 15 વર્ષ પહેલાં કઠલાલ ગામે રહેતા દીપક મેકવાન સાથે થયા હતાં. શાંતિભર્યા લગ્ન જીવનમાં છેલ્લા એક વર્ષથી દીપક પોતાની પત્નીને ત્રાસ આપતો હતો. ઉપરાંત પરીણિતાના સાસુ, દિયર, દેરાણી, જેઠાણી વગેરે લોકો ઘરના કામકાજ બાબતે ખોટી ચઢવણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા હતા.

જ્યારે દીપકે પરિણીતાને સાસરીમાંથી કાઢી મુકતા પરિણીતાએ પિયરની વાટ પકડી હતી. આ અંગે આજે પરિણીતાએ પોતાના પતિ દીપક મેકવાન, સાસુ મણી મેકવાન, દિયર આશીષ પરમાર, દેરાણી રંજન પરમાર અને જેઠાણી નૈના પરમાર વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો