ઘર કંકાસ:ઠાસરાના કાલસર ગામમાં સાસરિયાઓએ ત્રાસ આપતાં બોરસદની પરિણીતાને કંટાળીને ફરિયાદ નોંધાવી

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડીતાએ ડાકોર પોલીસ મથકે પોતાના પતિ, સાસુ, સસરા, જેઠાણી અને નણંદ સામે ફરિયાદ નોંધાવી
  • સાસરીના લોકો તેના પર શારીરિક અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ખેડા જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. ત્યારે બોરસદમાં રહેતી યુવતીએ પોતાના સાસરિયાઓ ત્રાસ આપી રહ્યા હોવાની ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડીતાએ પોતાના પતિ, સાસુ, સસરા, જેઠાણી અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.

આણંદ જિલ્લાના બોરસદમાં રહેતી એક 28 વર્ષિય યુવતીના લગ્ન સમાજના રીતી રીવાજ મુજબ આજથી લગભગ 8 વર્ષ પહેલા ઠાસરા તાલુકાના કાલસર ગામના યુવક સાથે થયા હતા. પરિણીતા પોતાના સાસરે જતાં તેણીને સારા દિવસો રહ્યા હતા અને તેણીએ એક દિકરાને જન્મ આપ્યો હતો. જે હાલ 6 વર્ષનો છે. આ 6 વર્ષનો દિકરો ક્યારેક બીમાર પડે તો તેણીની માતા પોતાના પતિ પાસે દવા કરાવવા કહે તો આ બાબતને લઈને દંપતિ વચ્ચે ઝઘડો થતો હતો.

આ ઉપરાંત યુવકનું ઉપરાણું લઈ આવી સાસરીના લોકો તેના પર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતે વર્ષ 2016માં ખાધા ખોરાકીનો કેસ પણ પીડીતાએ કર્યો હતો. જે બાદ વર્ષ 2020માં પીડીતાની જેઠાણી સમાધાન કરાવતાં તેણીના સાસરીયાના લોકો પીડીતાને તેડી ગયા હતા. જોકે, સમાધાન બાદ પણ પીડીતાને નાની નાની બાબતે હેરાન પરેશાન કરવાનું તેના સાસરીયાઓએ ચાલુ રાખ્યું હતું.

ગત 21 મે 2020ના રોજ પીડિતાએ પોતાના દિકરાના દવા માટે પોતાના પતિ પાસે રૂપિયા માંગતા તેઓએ આપ્યા નહોતા. જેથી વાત વધુ વણસતા સાસરીયાઓએ તેણીની સાથે મારઝૂડ કરી હતી. ઉપરાંત પીડીતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી પીડીતાએ પોતાના પિયરના લોકોને આ બાબતથી વાકેફ કરતાં પિયરના લોકો ઠપકો આપવા આવ્યાં હતા.

આ સમયે પરિણીતા ના સાસરીયાના લોકોએ પીડીતાની માતા સાથે પણ બોલાચાલી કરી હતી. જેથી પરિણીતા એ પોતાના 6 વર્ષના પુત્રને લઈ ફ્રી પીયરની વાટ પકડી હતી. આ બનાવ સંદર્ભે પીડીતાએ પોતાના પતિ એઝાઝઅહેમદ હુસેનમીંયા મલેક, સાસુ સફીનબીબી હુસેનમીંયા મલેક, સસરા હુસેનમીંયા રસુલમીંયા મલેક, નણંદ મુમતાઝબીબી હુસેનમીંયા મલેક અને જેઠાણી પરવીનબાનું ઈલ્યાસમીંયા મલેક (તમામ રહે. કાલસર, તા. ઠાસરા) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A), 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...