તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:નહેરોને પાણીથી ભર્યા બાદ જિલ્લાના ખેડૂતોમાં ખુશાલી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4,377 હેક્ટરમાં વાવેતર વધી કુલ વાવેતર 30 હજારે પહોંચ્યું

ખેડા જિલ્લામાં માત્ર 12,746 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયુ હતુ. જેમાં 7 દિવસના ટુંકા ગાળા દરમિયાન વધુ 17,123 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર નોંધાયુ છે. આ સાથે જ અત્યાર સુધીના ચોમાસુ પાકનું કુલ 29,969 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયુ છે. વાવેતરમાં આટલા મોટા પ્રમાણમાં વધારા પાછળનું મુખ્ય કારણ શનિવારે ચરોતરના પ્રશાસને વણાકબોરી ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડ્યુ છે. ખરીફ પાકો માટે મોટા પ્રમાણમાં પાણીની આવશ્યકતા હોય છે.

ત્યારે આ પાણીની ખોટ આગામી 4 માસ સુધી ખેડૂતો માટે પ્રશ્ન ઉભો ન કરે તે હેતુસર અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ બેઠક યોજી પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા ખેડૂતો વરસાદની વાટે હતા, પરંતુ નહેર વાટે પુરતા પાણીની ખાતરી મળી જતા ખેડૂતોએ છેલ્લા કેટલાય દિવસથી વાવણી પર જોર આપ્યુ હતુ. જેના પરીણામ સ્વરૂપે ગણતરીના દિવસોમાં જ ખરીફ પાકના વાવેતરમાં 57 ટકાનો વધારો નોંધાયો છે. ખેડા જિલ્લામાં 25 જૂનના રોજ 12746 હેક્ટર જમીનમાં ખરીફ વાવણી થઈ હતી. જેમાં 3 જુલાઈના રોજ 17,123ના વધારા સાથે અત્યાર સુધીનું ચોમાસુ વાવેતર 29,969 હેક્ટરમાં નોંધાયુ છે.

જિલ્લામાં સૌથી વધુ કપડવંજમાં ખરીફ પાકનું વાવેતર
ખેડા જિલ્લામાં અત્યાર સુધીનું તાલુકાવાર વાવેતર જોઈએ તો કપડવંજમાં સૌથી વધુ 16,817 હેક્ટર અને સૌથી ઓછુ મહુધામાં 385 હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયુ છે. આ ઉપરાંત ગળતેશ્વરમાં 487, કઠલાલમાં 2832, ખેડામાં 1395, મહેમદાવાદમાં 2326, માતરમાં 666, નડિયાદમાં 2217, ઠાસરામાં 2149 અને વસોમાં 495 હેક્ટર જમીનમાં ચોમાસુ પાકનું અત્યાર સુધી વાવેતર નોંધાયુ છે.

ખેડૂતો રોકડીયા પાક તરફ વળ્યા
ખેડા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા વાવેતરમાં સૌથી વધુ કપાસનું વાવેતર થયુ છે. રોકડીયા પાક તરીકે ખેડૂતને તાત્કાલિક ઉપજ આપતા કપાસનું ખેડા જિલ્લામાં 7767 હેક્ટર જમીનમાં વાવેતર થયુ છે. જ્યારે 4926 હેક્ટરમાં શાકભાજી, 6171 હેક્ટરમાં મગફળી, 3429 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયુ છે. જેથી અત્યાર સુધીના વાવેતરમાં ખેડૂતો રોકડીયા પાક તરફ વળ્યા હોવાનું જણાઈ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...