ચકલાસી પાલિકાના આસપાસના જ તમામ વિસ્તારો તહેવારોના ટાણે પાણીની અછત સર્જાઈ છે. પાણી લોકોના ઘરે ન પહોંચતા મહિલાઓ પણ અકળાઈ છે અને આજે નગરપાલિકા ભવનમાં પહોંચી હતી. જ્યાં મહિલાઓ દ્વારા સ્થાનિક કાઉન્સિલરો, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર સામે બાયોં ચઢાવી હતી. મહિલાઓએ હોબાળો કર્યો હતો.
જેના કારણે ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓએ જવાબ આપવા ભારે પડી ગયા હતા. મહિલાઓનો આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકાની અણઆવડતના કારણે દિવાળી ટાણે પાણીનો સપ્લાય બંધ થયો છે. પાલિકાની પાસે આવેલા પઠાણવગો, ભોઈવગો, રાવળવા અને પાંચઘરા સહિતના વિસ્તારોમાં પાણી બંધ થઈ જતા ટેન્કરોથી પાણી ભરવાની મજબૂરી ઉભી થઈ છે. ઉપરાંત સ્થાનિક કાઉન્સિલરો સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.