તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઠાસરાના ગુમડીયાના શખ્સની ચોરીના ગુનામાં ધરપકડ કરાઇ, તળાજા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઠાસરા તાલુકાના ગુમડીયા ગામના શખસને ભાવનગરના તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં ચોરીના ગુનામાં ઠાસરા પોલીસે ઝડપી લીધો હતો. જેની જાણ તળાજા પોલીસને કરવામાં આવી હતી. ગુમડીયા ગામે રહેતાં શૈલેષ ઉર્ફે જીગો હિંમતભાઇ ચાવડા વિરૂધ્ધ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસમથકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો.

જે ગુનામાં છેલ્લાં એક વર્ષથી મજકુર શખસ નાસતોફરતો હતો. દરમિયાનમાં સદરહુ આરોપી તેના ગામ ગુમડીયા આવ્યો હોવાની પૂર્વબાતમીના આધારે ઠાસરા પોલીસે ગુમડીયા બસ સ્ટેશન પાસેથી નાસતાફરતા શખસ શૈલેષ ઉર્ફે જીગો હિંમતભાઇ ચાવડાને ઝડપી લીધો હતો. પોલીસની પૂછતાછમાં આરોપીએ ભાવનગરના તળાજામાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી. આ અંગે તળાજા પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ખેડા જિલ્લા પોલીસે છેલ્લા એક સપ્તાહથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ડ્રાઇવ જિલ્લાના તમામ પોલીસે મથકોમાં હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...