માંગ:લવ જેહાદ કેસમાં ભોગ બનનારના વાલીએ PSIની બદલી માટે અરજી

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુનેગારને મદદ કરવાનો આક્ષેપ, જિલ્લા બહાર બદલી કરવા માંગ

નડિયાદમાં 2015-16ના ચકચારી લવ જેહાદ કેસમાં ભોગ બનનાર યુવતીના વાલી એ પી.એસ.આઈ ની બદલી માટે જિલ્લા પોલીસ વડાને અરજી કરી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છેકે ઘટના બની તે સમયે ગંભીર ઘટનાના આરોપીઓને હાલના એસ.ઓ.જી પી.એસ.આઈ વી.એ.ચારણ દ્વારા મદદ કરવામાં આવી હતી. અને હવે આ અધિકારીને ખેડા જિલ્લાની મહત્વની બ્રાન્ચમાં બદલી આપવામાં આવી છે. ત્યારે કોર્ટમાં ચાલી રહેલા કેસ પર તેની અસર પડી શકે છે. વર્ષ 201

5-16માં નડિયાદમાં બનેલા લવ જેહાદ કેસમાં રાજયભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી. જે કેસમાં અમદાવાદ પોલીસે ભાગી ગયેલા પ્રેમી પંખીડાઓને ઝડપી નડિયાદ પોલીસને હવાલે કર્યો હતા. જે બાદ યુવતી પરત તેના માતા-પિતા પાસે જતી રહી હતી. થોડા સમય બાદ સમગ્ર ઘટનામાં વી.એ.ચારણ નામના પોલીસ અધિકારી દ્વારા આરોપીને મદદ કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા. અને સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હવે ઘટનાના પાંચ વર્ષ બાદ પી.એસ.આઈ ખેડા જિલ્લા પોલીસની મહત્વની બ્રાન્ચમાં બદલી મળતા ભોગ બનનાર પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડાને અરજી કરી પી.એસ.આઈ ની જિલ્લા બદલી ની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...