દાનની સરવાણી:સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ ખાતે હોસ્પિટલને ડાઉની સત્સંગ સમાજ દ્વારા દસ લાખનું અનુદાન

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ અગાઉ પણ પાંચ હજાર ડોલરનું દાન હોસ્પિટલને અર્પણ કરાયું હતું

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ ખાતે લોક ઉપયોગી સેવાઓ મંદિર દ્વારા આપવામાં આવી રહી છે. જન જન સુધીના લોકોને નિ:શુલ્ક પણે સેવા મળી રહે તે હેતુથી વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં લોકોના સ્વાસ્થ્ય માટે મંદિર પ્રશાસન ખુબજ સેવાકીય પ્રવૃત્તિ કરી માનવધર્મ નિભાવી રહ્યું છે. શાસ્ત્રી દેવપ્રકાશદાસજી તથા શાસ્ત્રી સત્યનારાયણદાસજીની પ્રેરણાથી વડતાલ સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ નિઃશૂલ્ક હોસ્પિટલને ડાઉની સ્વામિનારાયણ સત્સંગ સમાજ તરફથી હોસ્પિટલના વિકાસ અર્થે રૂપિયા દસ લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું છે.

આ અગાઉ પણ પાંચ હજાર ડોલરનું દાન હોસ્પિટલને અર્પણ કરાયું હતું. ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે ડાઉની સત્સંગ સમાજની સેવાને વધાવી લીધી છે. આ પ્રસંગે બ્રહ્મસ્વરુપ સ્વામી, કોઠારી ડો.સંત સ્વામી, શુકદેવ સ્વામીએ શાસ્ત્રી સત્યનારાયણ સ્વામીને પુષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું. સાથે સાથે ડાઉનીના NRI હરિભક્ત કાંતિભાઇ પટેલ, ભાગવતભાઇ પટેલ, નંદલાલભાઇ પટેલ, કૌશીકભાઇ પટેલ, દલસુખભાઇ કુંભાણી સહિતના 500 ઉપરાંત હરિભક્તો વડતાલ મંદિર માટે નાની મોટી સેવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...