ઓફલાઇન શિક્ષણનો પ્રથમ દિવસ:સરકારી શાળાઓ જૂજ વિદ્યાર્થીઓ સાથે શરૂ, ખાનગી શાળા બુધવારથી શરૂ થશે

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધો.1 થી 5ની શાળાઓ શરૂ થતાં વિધાર્થીઓની પાંખી હાજરી, બીજી તરફ વાલીઓ પાસે સંમતિ પત્ર ભરાવ્યા. - Divya Bhaskar
ધો.1 થી 5ની શાળાઓ શરૂ થતાં વિધાર્થીઓની પાંખી હાજરી, બીજી તરફ વાલીઓ પાસે સંમતિ પત્ર ભરાવ્યા.
  • 20 માસ બાદ શાળાઓ ખુલતાં વાલીઓમાં આનંદ છવાયો

રાજ્ય સરકાર દ્વારા ધો.1 થી 5ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. જેમાં કોરોના એસ.ઓ.પી.નું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. 20 મહિનાથી શાળાઓ બંધ હોઈ પ્રથમ દિવસે જુજ વિદ્યાર્થીઓ શાળામાં પહોંચી હતા. જિલ્લાની ખાનગી શાળામાં તો હજુ એસ.ઓ.પી મુજબ તૈયારી કરવાની હોઈ બુધવારથી શાળાઓ શરૂ થશે તેમ ખાનગી શાળા સંચાલક મંડળ જણાવી રહ્યું છે. મહત્વની વાત છેકે જિલ્લામાં 1,352 પ્રાથમિક શાળાઓ છે. જેમાં 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજે પ્રથમ દિવસે સરકારી શાળાઓમાં ક્યાંક ક્યાંક બાળકોની જુજ સંખ્યા જોવા મળી હતી.

ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા સરકારે જાહેરાત કરી દીધી છે, પરંતુ સાથે સાથે કોરોના એસ.ઓ.પી.ના ચુસ્ત પાલન ની પણ સરત મુકી છે. જેને કારણે ખાનગી શાળાઓ એ તૈયારી માટે સમય લીધો છે. જેના કારણે ખાનગી શાળામાં 1 થી 5 ના વર્ગો બુધવાર પહેલા શરૂ થશે નહીં. બીજી તરફ સરકારે વાલીઓ પાસેથી સંમતિ પત્રક ભરવાની પણ વાત કરી છે, જે સરકારી તેમજ ખાનગી શાળાઓને બંધન કર્તા છે. જેથી આગામી એકાદ બે દિવસ આ કામગીરી પણ ચાલશે. આમ ગુરૂવારથી ખેડા જિલ્લામાં ધો.1 થી 5 ના વર્ગો રાબેતા મુજબ શરૂ થશે. મહત્વની વાત છેકે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની શાળામાં ક્યાંક ક્યાંક પ્રથમ દિવસે જ બાળકો શાળાએ પહોંચી ગયા હતા. ઘણા સમય બાદ ધો. 1 થી 5ના વર્ગો શરૂ થઇ રહ્યા હોવાથી બાળકોના વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ શિક્ષકો પણ બાળકોને આવકારવા માટે તૈયારી શરૂ કરી છે.

આજે 20 એક જેટલા બાળકો આવ્યા હતા
સરકારની જાહેરાત સાંભળી પ્રથમ દિવસે 20 જેટલા બાળકો શાળાએ આવ્યા હતા. જેઓના વાલીઓ પાસે સંમતિ પત્રક ભરાવવામાં આવ્યા છે. કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાનું હોઈ તમામ બાળકોને એસ.ઓ.પી સાથે બેઠક વ્યવસ્થા ગોઠવી હતી. > આચાર્ય, અમૃત કુમાર વણકર, નેસ પ્રાથમિક શાળા

કોરોના એસ.ઓ.પી.ની તૈયારી કરવાની છે
હજુ ગઈકાલે જ સરકારે જાહેરાત કરી છે. ત્યારે વર્ગો સેનિટાઈઝ કરવા, વાલીની સંમતિ મેળવવી, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવી વગેરે કારણોસર એકાદ દિવસ પછી શાળાઓ શરૂ કરવા ખાનગી શાળા મંડળ દ્વારા નિર્ણય લેવાયો છે. > ચિરાગભાઈ પાઠક, મધરકેર સ્કુલ

પરિપત્ર કરી દેવાયો છે, 30 નવેમ્બર સુધી બધુ રાબેતા મુજબ થઈ જશે
સરકાર દ્વારા ધો.1 થી 5 ના વર્ગો શરૂ કરવા જાહેરાત કરી હોઈ આજે તમામ શાળાઓને પરિપત્ર કરી દેવાયો છે. જોકે શાળાઓ 20 મહિનાથી બંધ હોય તે લોકોને પણ તૈયારીઓ માટે સમય જોઈએ. ધીરેધીરે 30 નવેમ્બર સુધી બધું રેગ્યુલર થઈ જશે. > બી.કે.પટેલ, ડી.ઈ.પી.ઓ.

અન્ય સમાચારો પણ છે...