તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:11 જુનથી રાજ્યના મંદિરો ખોલવા સરકારની છુટ, વડતાલ, ડાકોર, નડિયાદના મંદિરો ખુલશે

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં સરકાર ધીરે ધીરે છુટ છાટ આપી રહી છે. ત્યારે શ્રધ્ધાળુઓ માટે પણ આનંદના સમાચાર આવી રહ્યા છે. આગામી 11 જુનથી રાજ્યભરના મંદિરો ને ખોલવા માટે સરકારે છુટ આપી છે. આ છુટ છાટના પગલે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ મંદિરો પણ ખુલશે.

યાત્રાધામ વડતાલના કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું કે સરકારની સુચનાઓ મુજબ 11 જુનથી મંદિર ખુલશે. યાત્રાધામ ડાકોરના મેનેજર-2 રવિન્દ્રભાઇએ જણાવ્યું હતું કે ગૂરૂવારના રોજ મંદિર ટ્રસ્ટના સભ્યોની મિટીંગ છે. જેમાં મંદિર ખોલવા બાબતે નિર્ણય લેવાશે. જોકે 11 જુન થી જ રાજા રણછોડના પણ દર્શનનો લાભ મળે તેવી આશા વૈષ્ણવો રાખી રહ્યા છે. નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરે પણ 11 જુનથી ભક્તો ગૂરૂ ગાદીના દર્શન કરી શકશે. આમ 60 દિવસ બાદ ભગવાનના દર્શનનો લ્હાવો ભકતો મંિદરમાં જઇને માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...