તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:મોત માટે સરકારનો વહીવટ જવાબદાર,અમિત ચાવડા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ સિવિલની મુલાકાત દરમ્યાન સરકાર પર પ્રહારો

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે નડિયાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. હોસ્પિટલમાં કોરોના વૉર્ડ અને દર્દીઓની સારવાર અંગે સમીક્ષા કર્યા બાદ તેઓએ હોસ્પિટલ અને ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આપણી પાસે હોસ્પિટલોમાં પુરતો સ્ટાફ તો છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોવાને કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. કોરોનાને એક વર્ષ થયું, પરંતુ સરકાર પાસે યોગ્ય આયોજન નહીં હોવાને કારણે હોસ્પિટલમાં બેડ વધારી શકાયા નથી. સંક્રમણ ગામડાઓ સુધી ફેલાઇ ગયું છે, પરંતુ ઇન્જેકશનની સોર્ટ સપ્લાય ને કારણે દર્દીઓ હેરાન થઇ રહ્યા છે.

સરકારની અણ આવડત ને કારણે આખા ગુજરાતમાં હાડમારી ની સ્થિતિ હોવાનું તેમજ સરકારની અણ આવડત અને અણ ધડ વહીવટ ને કારણે મૃત્યુઆંક વધ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર, કાંતિભાઇ પરમાર, કાળુસિહ સોલંકી, પ્રમુખ રાજેસ ઝાલા, શહેર પ્રમુખ હાર્દિક બ્રહ્મભટ્ટ, ગોકુલ શાહ સાથેની ટીમ તેમની સાથે જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...