તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

250 વર્ષથી ચાલતી પરંપરાને કોરોનાનું ગ્રહણ:નૂતન વર્ષે ડાકોર મંદિરમાં યોજાતી ગોવર્ધન પૂજા અને ભવ્ય અન્નકૂટ મહોત્સવ બંધ બારણે યોજાયો

નડિયાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંજના 4 વાગ્યા બાદ ઠાકોરજીના દ્વાર ખુલ્યા

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષ નિમિત્તે ઉજવાતા અન્નકૂટ મહોત્સવમાં ભારે અસંમજસ બાદ પ્રતિકાત્મક રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. છેલ્લા અઢી સો સાલથી આ અન્નકૂટ મહોત્સવને કોરોનાનું ગ્રહણ નડ્યું હતું. જેને કારણે બંધ બારણે જ અન્નકૂટ ધરવા સહિત પૂજા વિધિ કરવા આવી હતી. ડાકોરમાં મંદિરમાં બેસતા વર્ષ નિમિત્તે ગોવર્ધન પૂજા અને ત્યારબાદ 151 મણ સામગ્રીનો ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાય છે. જે આ વરસે જાહેર જનતા માટે રદ્દ કરાયો હતો.

યાત્રાધામ ડાકોર ખાતે રાજા રણછોડના મંદિરમાં બંધ બારણે નૂતન વર્ષનો તહેવાર પુષ્ટિ માર્ગ મુજબ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભગવાનને સવારે મંગળા આરતી કરી પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું. બાદમાં ભગવાનને અવનવા આભૂષણો પહેરાવી તૈયાર કરવામાં આવ્યાં હતાં. અઢી સો વરસથી પણ વધુ સમયથી ચાલતી આવતી આ પરંપરાને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. ડાકોર રણછોડજી મંદિરમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ અન્નકૂટ ભગવાને ધરાવતો હોય છે અને આજુબાજુના ગામના લોકોનો આમંત્રણ આપી લૂંટાવતો હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ને ધ્યાને રાખી ભગવાનને અન્નકૂટ ધરાવામાં તો આવ્યો પણ લૂંટાવામાં આવ્યો નહતો. 151 મણનો અન્નકૂટ ભગવાનને ધરાવી અને રણછોડજીને પ્રિય તેમની ગાયોને ખવડવામાં આવ્યો હતો.

અન્નકૂટનો પ્રસાદ ગાયોને ખવડાવાયો
ડાકોરમાં ભગવાન રણછોડરાયજીને બેસતા વર્ષ નિમિત્તે 151 મણ અન્નકૂટ ધરવામાં આવે છે. આ અન્નકૂટ લૂંટવામાં આવે છે. પરંતુ આ વરસે કોરોના મહામારીના પગલે સોશ્યલ ડિસન્ટન્સના નિયમના અમલના ભાગરૂપે લૂંટ પ્રથા રદ્દ કરી પ્રતિકાત્મક રીતે અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જોકે, આ અન્નકૂટ બાદમાં વહેંચવાના બદલે તેને મંદિરની ગૌશાળામાં ગાયોને જ ધરાવવામાં આવ્યો હતો. અલબત્ત, વરસો પહેલા પણ કોઇ કારણસર આસપાસના ગ્રામજનોએ અન્નકૂટ લૂટ્યો નહતો. જે તે સમયે અન્નકૂટને એક ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો