તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:નડિયાદની ગૃહિણી નાણાં ઉપાડવા ATM સેન્ટર પર ગઈ અને ગઠીયાએ કાર્ડ બદલી રૂપિયા 27,500 ઉપાડી લીધા

નડિયાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ATM મશીનમાંથી નાણાં ન ઉપડતાં ગઠીયાએ કહ્યું કે ATM કાર્ડ બ્લોક થઈ ગયુ
 • મહિલા બેંકમાં રજૂઆત કરવા પહોંચી તે સમયે ગઠીયાએ ત્રણ ટ્રાંજેક્શન કરી નાખ્યા

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં છેતરપિંડીના બનાવો ખુબજ વધ્યા છે. આજે નડિયાદ ટાઉન પોલીસ મથકે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. નડિયાદની એક ગૃહિણી નાણાં ઉપાડવા માટે ATM સેન્ટર પર ગઈ અને ગઠીયાએ ATM કાર્ડ બદલી રૂપિયા 27 હજાર 500ની છેતરપિંડી આચરી છે. ગઠીયાએ મદદ કરવાના બહાને બ્લોક ATM કાર્ડ મહિલાના હાથમાં પકડાવી દીધું અને અસલ ATM કાર્ડ લઈ નાણાં ઉપાડી લીધા છે.

આ અંગે મહિલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

નડિયાદ શહેરના મિશન રોડ પર આવેલ નવરંગ ટાઉનશીપમાં રહેતા નેન્સી જોન ક્રિશ્ચિયન સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. ગત 30 માર્ચના રોજ નાણાંની જરૂર હોવાથી નેન્સી બપોરના સમયે શહેરના સ્ટેશન રોડ પર આવેલ SBIના ATM સેન્ટર પર ગયા હતા. તેમનું સેવિંગ એકાઉન્ટ આ બેંકમાં હોવાથી તેઓ અહીંયા નાણાં ઉપાડવા પહોંચ્યા હતા. નેન્સીએ પોતાનું ATM કાર્ડ એક બે વખત મશીનમાં નાખી નાણાં ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નાણાં ઉપડ્યા નહોતા. આ સમયે બાજુમાં ઉભેલા શખ્સે મદદ કરવાના બહાને પાસવર્ડ મેળવ્યો અને ત્યારબાદ ડમી બ્લોક ATM કાર્ડ મહિલાના હાથમાં પકડાવી દીધું અને મહિલાનું અસલ ATM કાર્ડ લઈ લીધું અને તમારૂ કાર્ડ બ્લોક થઈ ગયુ છે તેમ કહ્યું હતું.

વડોદરા સીટી પોલીસના હાથે ગઠીયો પકડાઈ ગયો

આથી નેન્સી બાજુમાં આવેલ SBI બેંકમાં રજૂઆત કરવા પહોંચ્યાને તે સમયે આ ગઠીયાએ ત્રણ જુદા જુદા ટ્રાંજેક્શન કરી મહિલાના ખાતામાંથી કુલ રૂપિયા 27 હજાર 500 ઉપાડી લીધા હતા. જેની જાણ મહિલાને ફોન મેસેજ દ્વારા થતાં મહિલા ચોકી ઉઠી હતી. ત્યારબાદ નેન્સી પાસે રહેલ ATM કાર્ડની તપાસ કરતા આ ATM કાર્ડ તેઓનુ નહોતું જાણવા મળતાં મહિલાને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં આ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 420નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. વડોદરા સીટી પોલીસના હાથે આ ગઠીયો પકડાઈ જતાં તેણે આ છેતરપિંડીની કબુલાત કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો