તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:GJ-0‘709’: ખેડા જિલ્લામાં 100 કેસ થતાં 60 દિવસ થયા બાકીના 600 કેસ થતાં માત્ર 52 દિવસ લાગ્યાં

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં વકરતો કોરોના, આરોગ્ય વિભાગ પાંગળું સાબીત થઇ રહ્યુ છે

ખેડા જિલ્લામાં અનલોક બાદ કોરોના સંક્રમણની સ્થિતિ વધુ વણસી રહી છે, તેમાંય જુલાઇ માસમાં કોરોના વધુ આક્રમક રીતે ત્રાટક્યો છે. લોકડાઉનના ચુસ્ત અમલ દરમિયાન કોરોનાના દર્દીઓની સંખ્યા 100 સુધી પહોંચતા 60 દિવસ થયાં હતાં. જ્યારે અનલોકમાં બજારો ખુલતાં જ કોરોનાએ માઝા મુકી દીધી હતી અને જોત જોતામાં જિલ્લામાં આંકડો 700ને પાર પહોંચી ગયો છે. માત્ર જુલાઇ માસમાં જ 400 કેસ ઉમેરાયાં હતાં અને ઓગષ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં આંક 709 પર પહોંચી ગયો છે. મૃત્યુંઆંક પણ એટલો ઝડપી જ વધ્યો હતો.

ખેડા જિલ્લામાં અનલોકમાં બજારો ખુલતાં જ કોરોના સંક્રમણને વેગ મળ્યો છે, લોકો પણ તહેવારો સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા બજારોમાં ભીડ કરી રહ્યાં છે. જેની સીધી અસર કોરોના કેસ પર જોવા મળી રહી છે. દિવસે દિવસે કોરોના કેસનો આંક રોકેટ ગતિએ વધી રહ્યો છે. જિલ્લામાં પ્રથમ કેસ નડિયાદ પીજ રોડ પર 14મી એપ્રિલે નોંધાયો હતો. આ દરમિયાન લોકડાઉનના ચુસ્ત અમલમાં સ્થિતિ એકંદરે નિયંત્રણમાં રહી હતી. જેને પગલે કોરોનાના કેસ 100 સુધી પહોંચતા બે મહિના થયાં હતાં. એટલે કે 100મો કેસ 14મી જૂને નોંધાયો હતો. બાદમાં ત્રીજી જુલાઇએ આંકડો 200 પર પહોંચ્યો હતો. જોકે, જુલાઇ મહિનાથી જ અનલોક થતાં સંક્રમણ ઝડપથી વધ્યું હતું અને માત્ર 30 દિવસમાં જ વધુ 400 કેસ ઉમેરાઇ ગયાં હતાં. આ સ્થિતિમાં આરોગ્ય વિભાગ પણ હવે પાંગળું સાબિત થઇ રહ્યું છે. જિલ્લામાં એક સમયે એન.ડી. દેસાઇ એક માત્ર હોસ્પિટલ કોવિડ તરીકે કાર્યરત હતી. પરંતુ વધી રહેલા સંક્રમણમાં હાલ ખાનગી હોસ્પિટલ, સીએચસીને પણ કોવિડમાં ફેરવવા તંત્રને ફરજ પડી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ વધુ 80 બેડ કોરોના માટે ફાળવવામાં આવ્યાં હતાં. જોકે, આરોગ્ય વિભાગ પણ હવે કોરોના સામે પાંગળુ સાબિત થઇ રહ્યું છે.

મૃત્યુ આંક 15 હોવાનો આરોગ્ય વિભાગનો દાવો
ખેડા જિલ્લામાં કોરોનાથી મૃત્યુના આંકમાં આરોગ્ય વિભાગ દ્વારા ઢાંકપીછોડા કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીના મોત બાદ કમિટિ દ્વારા તેનું મોત કોરોનાથી થયું છે કે કેમ ? તે સંદર્ભે ચર્ચા કરવામાં આવે છે. જેમાં મૃત્યુ સમયે દર્દીની હિસ્ટ્રીના આધારે તેને અન્ય બિમારી સાથે સાંકડી નોન કોવિડ ડેથ બતાવવામાં આવે છે. હાલ આરોગ્ય વિભાગના ચોપડે માત્ર 15 ના મોત બતાવવામાં આવે છે. જોકે હાલમાં ખેડા જિલ્લામાં કોરોના બે કાબુ બની રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી કામગીરીને લોકોએ પણ સહયોગ આપવો જોઇએ જેથી મહામારીને જલ્દી નાથી શકાય.

અન્ય સમાચારો પણ છે...