તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:નડિયાદમાં કચરો રસ્તા પર કચરા પેટીઓ કચરામાં, બેદરકારીથી કચરાપેટીઓની અછત

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ નગરપાલિકા સંકુલમાં કન્ટેઈનરો બિસ્માર બન્યા છે. - Divya Bhaskar
નડિયાદ નગરપાલિકા સંકુલમાં કન્ટેઈનરો બિસ્માર બન્યા છે.

સાડા ચાર લાખ જેટલી વસતી ધરાવતા નડિયાદ શહેરમાં માત્ર 35થી 40 જેટલા કન્ટેઈનરો કાર્યરત છે. કચરો એકઠો કરવા માટે જે-તે વિસ્તારોમાં મુકાતા કન્ટેઈનરોની સ્થિતિ બિસ્માર બની હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. મોટા ભાગના વિસ્તારોમાં કન્ટેઈનરોના કારણે ગંદકી વધુ ફેલાતી હોવાનું જણાઈ રહ્યુ છે. શહેરના મંજીપુરા રોડ, સરકારી વસાહત, મીશન રોડ, કબ્રસ્તાન ચોકડીથી મરીડા રોડ પર, જવાહરનગર, પીજ રોડ સહિતના વિસ્તારોમાં છુટી છવાયેલા કન્ટેઈનરો જોવા મળી રહ્યા છે.

બીજીતરફ નડિયાદ પાલિકા સંકુલના પાછળના ભાગે મોટી સંખ્યામાં લોખંડના કન્ટેઈનરો કાટ ખાતા જોવા મળી રહ્યા છે. જે બિલકુલ બિનઉપયોગી બન્યા છે. નડિયાદના જે વિસ્તારોમાં કન્ટેઈનરો મુકાયા છે, તેનો યોગ્ય ઉપયોગ થતો નથી અને હજુ અનેક વિસ્તારોમાં જરૂર હોવા છતાં પાલિકા સંકુલમાં અનેક કન્ટેઈનરો કાટમાળમાં પરીવર્તીત થયા છે. શહેરમાં જાહેર માર્ગો પર એક પણ કચરાપેટી મુકાઈ નથી. પરીણામે જાહેર માર્ગો પર કચરાનો ભરમાર જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.

જુદા-જુદા વિસ્તારમાં કન્ટેઈનર મુકાયા છે
નડિયાદમાં 35થી 40 જેટલા કન્ટેઈનર હાલ જુદા-જુદા વિસ્તારોમાં મુકાયા છે. જ્યાં રોજ ખાલી કરવા પડે ત્યાં રોજ ઉઠાવી લેવાય છે, શહેરમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન કરાય છે. તેમજ દોઢેક વર્ષ અગાઉ નિ:શુલ્ક કચરાપેટીઓ દરેક ઘરે વિતરણ કરાઈ હતી. સફાઈ માટે પણ નગરપાલિકા સતત કામગીરી કરી રહી છે. - જશભાઈ મકવાણા, સેનેટરી અધિકારી

અન્ય સમાચારો પણ છે...