• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Yatra Started From Utkantheshwar Of Kapadvanj In Kheda District In The Presence Of The Minister Of Co operation And Cottage Industries

જન આશીર્વાદ યાત્રા:ખેડા જિલ્લાના કપડવંજના ઉત્કંઠેશ્વરથી સહકાર અને કુટિર ઉદ્યોગ મંત્રીની હાજરીમાં યાત્રાનો પ્રારંભ થયો

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ યાત્રાનું ખેડા જિલ્લાના પુનાદરા, આતરસુંબા , કરકરિયા, કપડવંજ, લાડવેલ સહિત અનેક ગામોમાં ભવ્ય સ્વાગત કરાયું

રાજ્યના નવનિયુક્ત સહકાર અને કુટિર ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલની જન આશીર્વાદ યાત્રાનો પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને યાત્રાના કન્વીનર ખેડા જિલ્લા ભાજપ પ્રભારી ગોરધનભાઈ ઝડફિયાની ઉપસ્થિતિમાં આજે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના બોભા ચોકડી ખાતે ભવ્ય સ્વાગત સાથે ઉત્કંઠેશ્વર મહાદેવમાં પૂજા અર્ચના કરી પ્રારંભ થયો છે.

આ જન આશીર્વાદ યાત્રા અંતર્ગત કપડવંજ ટાઉનહોલ ખાતે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નેતૃત્વમાં રાજ્ય અનેક વિકાસના કામોમાં હરણફાળ ભરી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓના કારણે પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો જયજયકાર થયો છે. પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે દેશમાં સાત દાયકા સુધી કોંગ્રેસના શાસન પછી પરિવર્તન આવ્યું છે. સમગ્ર વિશ્વમાં આપણા દેશનું ગૌરવ વધ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક વિકાસના કામોનાં કારણે આગામી 2022 અને 2024માં પણ ભાજપ વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ઉપાસકો જશુ પ્રજાપતિ તથા તેમના સદસ્યોએ મંત્રીનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સ્વાગત સન્માન કર્યું હતું. ઉપરાત પંચાલ સમાજના આગેવાનો, યુવાનો ,વડીલો ,મહાજન લાઇબ્રેરી, સેવા સંઘ, પાટીદાર સમાજ, મોટા હનુમાનજી સેવા મંડળ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ સહિત અન્ય સમાજના આગેવાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓએ મંત્રીનું પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી સાથે સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી નટુભાઈ સોઢા, ઉપપ્રમુખ ગોપાલ શાહ, મંત્રી પૂર્વ ધારાસભ્ય મણિભાઈ પટેલ, કનુભાઈ ડાભી, કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ ધુળાભાઈ સોલંકી, ઉપપ્રમુખ મોઇન શેખ, સેજલ બ્રહ્મભટ્ટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ યાત્રાનું ખેડા જિલ્લામાં પુનાદરા, આતરસુંબા , કરકરિયા, કપડવંજ, લાડવેલ સહિત અનેક ગામોમાં ભવ્ય સ્વાગત સાથે આવકાર આપવામાં આવ્યો હતો. ઠેર ઠેર મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...