દેશી દારૂ ઝડપાયો:નડિયાદના માંધરોલીનો શખ્સ રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષા અને બાઇક ચાલક વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતાં મામલો પ્રકાશમાં આવ્યો
  • ચકલાસી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે. તેવામાં પોલીસ માત્ર રોટેશન મુજબના કેસો કરી કામગીરીથી સંતોષ માની રહી છે. જેના કારણે આવી બદીઓનો વ્યાપ વધ્યો છે. આજે નડિયાદના ચકલાસી પોલીસે બે વાહન ચાલકો નજીવી બાબતે રોડ પર બાખડતા પહોંચેલી પોલીસે તપાસ કરતાં એક વાહનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ બનાવમાં પોલીસે એક ઈસમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

નડિયાદ તાલુકાના માંધરોલી સોડપુર રોડ પર ચકલાસી પોલીસના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં બાઇક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી ચાલતી હતી. જેથી પેટ્રોલિંગમાં નીકળેલ પોલીસે પોતાનું બાઇક સાઇડ પર મૂકી બંનેની પૂછપરછ આદરી હતી. ત્યારે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. અમારે કંઈ કરવાનું નથી તેમ જણાવ્યું હતું.

રિક્ષામાં શંકાસ્પદ થેલીઓ જોઈ પોલીસે રિક્ષા (નં. GJ-7-VW-9403)ની તપાસ હાથ ધરી હતી. તો તેમાંથી કાપડની થેલીમાંથી 7 પ્લાસ્ટિકની કોથળીઓમાં 14 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ વિક્રમ વાધજી તળપદા (રહે. વડા તળાવ, મંધરોલી)નો હોવાનું જણાવ્યું હતું.

ચકલાસી પોલીસે દારૂ તેમજ રિક્ષા મળી કુલ રૂપિયા 40 હજાર 240નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે દારૂની હેરાફેરી કરનાર રિક્ષા ચાલકની વધુ પૂછપરછ આદરી હતી. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે વિક્રમ તળપદા સામે પ્રોહીબીશનનો ગુનો નોધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...