તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદના ભુમેલ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂને ઝડપી લેવાયો છે. આણંદના સામરખાના બુટલેગરે રાજસ્થાનથી મંગાવેલ દારૂનો જથ્થો ગાડીને પંક્ચર પડતા પોલીસના હાથે લાગ્યો છે. આ બનાવમાં પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે. તેમજ જ્યાંથી દારૂનો જથ્થો લવાયો તે શખ્સ તથા જેણે મંગાવેલ તે બુટલેગર અને કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કુલ રૂપિયા 1 લાખ 60 હજાર 800ના દારૂના જથ્થા સાથે ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6 લાખ 67 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ખેડા એલસીબી પોલીસે ગત મધરાત્રે બાતમીના આધારે નડિયાદના ભુમેલ ગામે બળીયાદેવના મંદિર પાસેથી એક ફોરચ્યુન કારમાંથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી લીધો છે. પોલીસ અહીંયા આવે તે પહેલા ત્યાં હાજર અમુક લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્યાં પહોંચી કાર ચાલક વિશાલસિંગ શત્રુસાલસિંગ જડાવત ચારણ (રહે. રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. સાથે સાથે કારમાંથી જુદા જુદા માર્કાની બોટલ નંગ 564 કિંમત રૂપિયા 1 લાખ 60 હજાર 800ના દારૂ કબ્જે કર્યો છે. પોલીસે કાર ચાલક પાસેથી 800 રૂપિયા રોકડ તથા મોબાઇલ ફોન સહિત કાર મળી કુલ રૂપિયા 6 લાખ 67 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પુછતાછમાં ઉપરોક્ત દારૂનો જથ્થો રાજસ્થાનથી આણંદના સામરખા મુકામે લઈ જવાતો હતો. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ઈશ્વરસિંગ (રહે. આબુરોડ) નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો અને તેને આણંદના સામરખાના બુટલેગર રાજદિપ ઉર્ફે મોન્ટુ પરમારને ત્યાં ડીલીવરી કરવાનો હતો. પરંતુ નડિયાદના ભુમેલ પાસે ગાડીને પંક્ચર પડતા ત્યાં દારૂને સગેવગે કરવામાં આવતો હતો. તે સમયે પોલીસ જઈ ચઢી હોવાનું કાર ચાલકે કબુલ્યું છે. પોલીસે ત્રણેય ઈસમો વિરુધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.