• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Two ISMOs From Ahmedabad Were Caught With Two Home made Pistols From A Private Travels Bus Near Sewaliya Checkpost In Galateshwar.

હથિયારની હેરાફેરી:ગળતેશ્વરના સેવાલીયા ચેકપોસ્ટ પાસેથી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી દેશી બનાવટની બે પિસ્તોલ સાથે અમદાવાદના બે ઇસમો ઝડપાયા

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાલીયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી

ગળતેશ્વર તાલુકાના સેવાલીયા નજીક આવેલ જુની ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોની સેવાલીયા પોલીસ અવાર-નવાર સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરે છે. ગઇકાલે રાત્રે ચેકીંગ દરમ્યાન ગોધરા તરફથી આવતી એક લકઝરી બસમાંથી બે મુસાફરોને દેશી બનાવટની બે પિસ્તોલ સાથે ઝડપી લીધા છે. આ ઘાતક હથીયારો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઇ જવાતા હતા તે બાબતની પોલીસે સધન પુછપરછ હાથ ધરી છે.

સેવાલીયા પોલીસે ગઇકાલે રાતના સમયે સેવાલીયા જુની ચેક પોસ્ટ પાસેથી પસાર થતા વાહનોની સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી હતી. ખાનગી તેમજ એસ.ટી. નીગમની આવતી બસોમાં બેઠેલા મુસાફરોની પણ તપાસ હાથ ધરી હતી આ દરમ્યાન ગોધરા તરફથી આવતી સીટીજન ટ્રાવેલ્સની લકઝરી બસ ( નં. M P 30 P 9555)ને અટકાવી હતી.

બસમાં બેઠેલા મુસાફરોની તપાસ હાથ ધરતાં સીટ નં. 21 પર બેઠેલા બે મુસાફરો પોલીસને જોઇ ગભરાઇ ગયા હતાં જેથી પોલીસને આ બંને ઇસમો પર શંકા જતાં પોલીસે આ બંને ઇસમો પાસેના થેલાઓની તપાસ હાથ ધરી હતી. આ થેલામાંથી દેશી બનાવટની બે પિસ્તોલો મળી આવી હતી. જેથી પોલીસે આ બંન્ને ઇસમોને લકઝરી બસમાંથી નીચે ઉતારી પોલીસ સ્ટેશને લાવ્યા હતા. અને પૂછપરછ કરતા એકનું નામ શ્રવણરામ કાનારામ માંજુજાટ અને બીજાનું નામ પ્રકાશ સુખરામ બિશ્નોઇ બને ૨હે મેમનગર, અમદાવાદ મુળ રહે. રાજેસ્થાન હોવાનુ બહાર આવ્યુ હતું.

સેવાલીયા પોલીસે આ બંન્ને પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 10 હજાર, 2 નંગ મોબાઇલ કુલ રૂપિયા 17 હજાર 70 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. અને આ બંન્ને આ ઘાતક હથીયાર ક્યાંથી લાવ્યા અને ક્યાં લઇ જતા હતા તેની પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સેવાલીયા ચેકપોસ્ટ પાસેથી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસોમાં આવા ઘાતક પ્રકારના હથીયારોની હેરાફેરી અવારનવાર થાય છે. પોલીસે અગાઉ પણ ઘણા ઇસમોને આવા હથિયારો સાથે પકડી પાડયા છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...