તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર દોડતું થયું:અમદાવાદના વ્યક્તિએ કઠલાલ પાસેની જમીન NA નહી થતાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે આવી આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી

નડિયાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પોલીસ અને ફાયર બ્રિગેડ બન્ને એ - Divya Bhaskar
પોલીસ અને ફાયર બ્રિગેડ બન્ને એ
 • આત્મવિલોપનની ચિમકીના પગલે તંત્ર એલર્ટ મોડમાં
 • નડિયાદ કલેકટર કચેરીમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત સાથે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ એલર્ટ મોડમાં ગોઠવી દેવાઈ

ખેડા જિલ્લાના વડામથક નડીઆદ ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં આજ વહેલી સવારથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. સાથે સાથે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સને પણ એલર્ટ મોડમાં ગોઠવી દેવાઈ છે. અમદાવાદના વ્યક્તિએ કઠલાલ પાસેની જમીન NA નહી થતાં આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે પોલીસ તંત્ર એ સતર્કતા દાખવી બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ અંગે પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદમાં રહેતા ચંદ્રકાંત ભાવસારે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મીરજાપુર ગામે ખેતીની જમીન લીધી હતી. જે જમીન નોન એગ્રીકલ્ચર એટલે કે NA કરાવવા માટે અરજદાર ચંદ્રકાંતે કાર્યવાહી કરી હતી. વારંવાર નડિયાદ કચેરીમાં ધક્કા ખાવા છતાં પણ આ જમીન NA થતી નહોતી. જેના કારણે અરજદારે તંત્રને અરજી આપી જણાવ્યું હતું કે જો 30 એપ્રિલ સુધી કામ નહીં થાય તો તે નડિયાદ ડભાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરશે. ગતરોજ મુદત પૂર્ણ થતાં આજે પહેલી મેના દિવસે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું.

નડિયાદ સ્થિત કલેક્ટર કચેરી ખાતે સવારથીજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. નડિયાદ રૂરલ પોલીસ સહિત મહિલા પોલીસનો કાફલો કચેરી બહાર ખડકી દેવામાં આવ્યો હતો. આ સાથે સાથે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સને પણ એલર્ટ મોડમાં કચેરી કેમ્પસ ખાતે બોલાવી લેવામાં આવી હતી. આજે શનિવાર હોવાથી કચેરીનું કામ મહદઅંશે બંધ હતું. પરંતુ એકલ દોકલ આવતા વ્યક્તિઓને પોલીસ ચકાસણી કરી જવા દેતી હતી. જોકે મોડી સાંજે પાંચ વાગ્યા સુધી આ અરજદાર આવ્યો નહોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. વધુમાં ઉપરોક્ત અરજદાર એક ખાનગી ટ્રસ્ટનો પ્રમુખ છે અને તેઓએ વૃદ્ધાશ્રમ માટે જમીન લીધી હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો