ચોરી:ખેડા નજીક અમદાવાદ-મુંબઈ હાઈવે પરથી સ્ટ્રીટ લાઈટના ફીડરની બે કોઈલ તથા બે ટ્રાન્સફોર્મર લઇને શખ્સો ફરાર

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લામાંથી અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઈવે નં. 48 પસાર થાય છે. ખેડા નજીકના ગોબલજ પાસે આ હાઈવે પરની સ્ટ્રીટ લાઈટના ફીડરની બે કોઇલ તથા બે ટ્રાન્સફોર્મરની અજાણ્યા ચોરો લઇને ફરાર થઇ જતાં આ ઘટના સંદર્ભે હાઈવેના પેટ્રોલિંગ સુપરવાઈઝરે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ખેડા તાલુકાના નાયકા ગામે રહેતા મયુરભાઈ રામજીભાઈ રબારી પોતે છેલ્લા 10 વર્ષથી આઈ.આર.બી. રધવાણજ ખાતે પેટ્રોલિંગ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. તેઓને હાઇવેની સંપત્તિની દેખરેખ રાખવાની હોય છે. ગતરોજ તેઓ સવારના સુમારે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ખેડા પાસેના ગોબલજ બ્રીજ નીચે ઈલેક્ટ્રીક બોક્સમાં ચેકીંગ કરતાં કોરઈ અજાણ્યા શખ્સોએ સ્ટ્રીટ લાઈટના ફીડરની બે કોઈલ તથા બે ટ્રાન્સફોર્મરની ચોરી કરી હતી. જેની કુલ કિંમત રૂપિયા 20 હજાર થાય છે.

આ બાબતની જાણ મયુરભાઈએ પોતાના ઉપલા અધિકારીને કરી હતી. ત્યારબાદ મયુરભાઈએ આ અંગે આજે ખેડા ટાઉન પોલીસ મથકે દોડી ઉપરોક્ત ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...