અર્પણ:અમદાવાદના પરિવારે વડતાલ હોસ્પિટલમાં લોક સેવા માટે એમ્બ્યુલન્સ વાન અર્પણ કરી

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના કસ્તુરચંદ પોપટલાલ ઝીંઝુવાડીયા પરિવાર તરફથી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી
  • આવતીકાલે આ એમ્બ્યુલન્સનો લાભ લઈને ઘણા દર્દીઓના જીવન બચાવી શકાશે

સ્વામિનારાયણ સંપ્રદાયની સેવાકીય સંસ્થામાં એક હરીભક્તે યથાયોગ્ય પ્રમાણે દાનની સેવા અર્પણ કરી છે. અમદાવાદના એક પરિવારે વડતાલ હોસ્પિટલમાં લોક સેવા માટે એક એમ્બ્યુલન્સ વાન અર્પણ કરી છે. આ પ્રસંગે ગાદીપતિ સહિત અનેક સંતો હાજર રહ્યા હતા.

વડતાલ હોસ્પિટલની સેવામાં વધુ એક સગવડ ઊભી થઈ છે. આજરોજ અમદાવાદના કસ્તુરચંદ પોપટલાલ ઝીંઝુવાડીયા પરિવાર તરફથી નિ:શુલ્ક સારવાર આપતી ઉપરોક્ત હોસ્પિટલમાં ગોવિંદભાઈ ઠક્કર-તારાપુર વાળાની લાગણીથી એક એમ્બ્યુલન્સ વાન અર્પણ કરવામાં આવી છે. સત્સંગભૂષણ સ્વામીની પ્રેરણાથી આ પરિવાર સેવામાં અગ્રેસર રહે છે. ડો હર્ષદભાઈ, શાંતિભાઈ, મહેન્દ્રભાઈ, વિનોદભાઈ, કિશોરભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ અને ઘનશ્યામભાઈ વગેરે પરિવારના વડિલો પણ ખાસ ઊપસ્થિત રહ્યા હતા.

સૌ પ્રથમ વડતાલ સંસ્થાના વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે વાનનું પૂજન કરીને યજમાન પરિવારને શુભાષિષ પાઠવ્યા હતા. આ પ્રસંગે મુખ્યકોઠારી ડો સંત સ્વામીએ કહ્યું હતું કે, આજ અને આવતીકાલ આ વાહનનો લાભ લઈને ઘણા દર્દીઓના જીવન બચાવી શકાશે. તકની સેવાથી સહુનો રાજીપો મળે છે. નૌતમ સ્વામીએ આ પરિવારની સેવા ભાવનાને બિરદાવીને દેવલક્ષી જીવનનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામીએ કપરાકાળમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા જે જે સેવા કાર્યો થાય છે તેને બિરદાવીને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે પૂ ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, પૂ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામી-સાવદા, ટ્રસ્ટી ઘનશ્યામ ભગત, ધર્મજીવન સ્વામી, ટ્રસ્ટીઓ મહેન્દ્ર નિલગિરિ , શંભુભાઈ સુરત, પ્રદીપભાઈ બારોટ મુંબઈ, રાજુભાઈ ડોલ્ફીન વોચ, સુનિલભાઈ બોરિયાવી ડો સતિષ જાની વગેરે ઊપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને નિકિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...