તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દત્તક:નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમમાંથી અમદાવાદના દંપતીએ એક બાળકને દત્તક લીધું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્યજાયેલ બાળકોને રક્ષા, શિક્ષા આપી સમાજમાં પુનઃસ્થાપન કરવાની કામગીરીનો ઉત્તમ દાખલો

ખેડા જિલ્લા નડિયાદમાં અનાથ આશ્રમમાં ઉછરતા એક 8 માસના બાળકને આજે માતા અને પિતાના પ્રેમનો વાત્સલ્ય નસીબ થયો છે. અમદાવાદના નિઃસંતાન દંપતીએ આ સંસ્થામાંથી આ બાળકને દત્તક લીધો છે. સમાજમાં કાર્યરત આવી સંસ્થાઓ અનાથ, નિરાધાર, ત્યજાયેલ બાળકોને રક્ષા, શીક્ષા આપી સમાજમાં પુનઃસ્થાપન કરવાની કામગીરી કરે છે.

આજથી અઢી વર્ષ પહેલા અમદાવાદના એક નિઃસંતાન દંપતીએ ભારત સરકારના સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ એજન્સી, મહીલા અને બાળ કલ્યાણ વિભાગ, ન્યુ દિલ્હી ખાતે અરજી કરી હતી. જેમાં સરકાર દ્વારા આ અમદાવાદના દંપતીને માતૃછાયા અનાથ આશ્રમ, નડિયાદ ખાતેથી બાળકને દત્તક આપવા માટે ભલામણ કરાઈ હતી. આજથી એક માસ અગાઉ રેફરલ આપતાં જીલ્લા એડોપ્સન કમિટી, નડિયાદ ધ્વારા, દંપતીના પુરાવાની ચકાસણી કરાઈ હતી. આ બાદ દંપતીને બાળક પ્રિ-એડોપ્શનમાં આપવા કમીટી ધ્વારા પસંદગી કરવામાં આવી હતી.

શુક્રવારે માતૃછાયા અનાથ આશ્રમ સંસ્થા ખાતે 8 માસના બાળકને આ દત્તકવિધી દ્વારા અમદાવાદના દંપતીને સોંપાયો છે. સંસ્થાના આ બાળકને માતા-પિતાનો પ્રેમ અને સ્નેહ મળતાં આ સમયે અહીંયા હાજર સૌ કોઈના આંખોમાં હરખના આસું સરી પડ્યા હતા.

દત્તકવિધિ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે આ બાળકને અમદાવાદના દંપતીને આપવામાં આવ્યો છે. આ અવસરે ગુજરાત સજ્યના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુટર રાકેશ રાવ, ચાઈલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેન ભુપેન્દ્ર પટેલ તથા સભ્યો, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ. જી. ભરવાડ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, આશ્રમના ડાયરેકટ સી. મીના મેકવાન તથા સ્ટાફ અને માહનુભાવો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...