પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ:ડાકોર પાલિકાની પેટા ચૂંટણી માટે ચોથા દિવસે બે ઉમેદવારોએ ફોર્મ ભરી ખાતું ખોલ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 4 માટે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ
  • 3 ઓક્ટોમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે

ખેડા જિલ્લાની 3 પાલિકાની કુલ 12 બેઠક, જિલ્લાપંચાયતની એક બેઠક અને ત્રણ તાલુકા પંચાયતની ત્રણ બેઠકોની 3 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી અંગે 13 સપ્ટેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. ગુરૂવારે ચોથા દિવસે ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવા માટે ખાતું ખૂલ્યું છે. બે ઉમેદવારી પત્રો ભરાયા છે. ખેડા જિલ્લામાં ત્રણ દિવસ સુધી એક પણ ઉમેદવારીપત્ર ભર્યું ન હતું. પરંતુ ગુરૂવારે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવાની શરૂ કરી દીધી છે.

આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાશે
ખેડા જિલ્લામાં ખેડા પાલિકાના વોર્ડ નં 1માં બે બેઠક, વોર્ડ નં 6માં 1 બેઠક, ડાકોર નગરપાલિકાના વોર્ડ નં 1માં 1 બેઠક, વોર્ડ નં 4માં બે બેઠક, વોર્ડ નં 6માં એક બેઠક, વોર્ડ નં 7માં 4 બેઠક અને મહેમદાવાદ પાલિકાના વોર્ડ નં 6માં એક બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. જયારે ખેડા જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠકની પેટા ચૂંટણી તેમજ નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક, માતર તાલુકા પંચાયતની ભલાડા અને ખેડા તાલુકા પંચાયતની રઢુ બેઠકની પેટા ચૂંટણી અને માતર તાલુકા પંચાયતની મહેલજ બેઠક ઉપર સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

ત્રણ દિવસ સુધી એકપણ ફોર્મ ભરાયું ન હતું
આ પેટા ચૂંટણી માટે 13 સપ્ટેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. ઉપરોકત બેઠકો ઉપર ત્રણ દિવસ સુધી પણ એકપણ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યુ ન હતું. જ્યારે ગુરૂવારથી ઉમેદવારોએ ખાતું ખોલ્યું છે. જેમાં ઉપરોક્ત તમામ પેટા ચૂંટણીની બેઠકો પૈકી ડાકોરમાં વોર્ડ નંબર એકમાં અપક્ષ ઉમેદવાર તરીકે સુમિત્રાબેન ભરતસિંહ ચૌહાણ તેમજ વોર્ડ નંબર ચારમાં અપક્ષ તરીકે પજ્ઞાબેન પ્રગ્નેશકુમાર ઉપાધ્યાયે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...