તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્ર:નરસંડામાં કોરોનાના ચાર દર્દી મળતાં તંત્ર હરકતમાં

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં કોરોનાનો આંક 1433

નડિયાદ તાલુકા નરસંડા ગામમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક સાથે 4 કોરોના પોઝિટીવ દર્દીઓ મળી આવતાં સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે. 86 વર્ષના વૃધ્ધા, 63 અને 65 વર્ષના વૃધ્ધ તેમજ 55 વર્ષના આધેડ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તુરંત જ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નરસંડામા સ્થાનિક તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોન તેમજ સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નરસંડા ઉપરાંત ભૂમેલમાં રહેતા 45 વર્ષના આધેડ, નડિયાદના પુરૂષોત્તમ નગરમાં રહેતા 64 વર્ષના વૃધ્ધા, દનાદરામાં રહેતા 63 વર્ષના વૃધ્ધા, ખેડાના 20 વર્ષના યુવક તથા નેનપુરના મહાદેવવાળા ફળિયામાં રહેતા 30 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો