તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ તાલુકાના ચકલાસીના પેટા પરા માં બ્લૅત્રિપુરા ગામે અજયકુમાર વજેસિંહ વાઘેલા રહે છે. જેઓ ગત 14 ડિસેમ્બર 2015ના રોજ કામથી પરવારી ઘરે આવ્યા હતા અને જમી પરવારી પિતાની દુકાને બેઠા હતા. ત્યારે તેમની નજીકમાં રહેતા ઇન્દિરાબેન અને કમળાબેન ત્યાં આવ્યા હતા અને ‘તમારી બહેન અમને કેમ ફોન કરે છે તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા.’ જેથી અજય કુમારે ગાળો બોલવાની ના પાડતાં બંને મહિલાઓ ત્યાંથી જતી રહી હતી. જે બાદ ગાળો બોલવા મામલે અજય સિંહ તેમજ પિતા વજેસિંહ બંને ઠપકો આપવા માટે તેઓના ઘરે ગયા હતા. જ્યાં અરવિંદભાઈ વાઘેલા તથા ફતેસિંહ રાવજીભાઈ વાઘેલા બંને લાકડીઓ લઈને ઘરની બહાર દોડી આવ્યા હતા અને અજય તેમજ તેના પિતા વજેસિંહ પર હુમલો કરી દીધો હતો.
બંને આરોપીઓ એટલા ગુસ્સામાં હતા કે તેઓએ બાપ-દીકરાને લાકડીથી ઢોર માર માર્યો હતો. જેઓ ની બુમો સાંભળી નજીકમાં થી દીકરી રંજનબેન તેઓને છોડાવવા દોડી આવ્યા હતા. પરંતુ આરોપીઓએ દીકરીને પણ લાકડીનો માર માર્યો હતો. જે ઘટનામાં બૂમાબૂમ થતા નજીકના લોકોએ તેઓને છોડાવ્યા હતા.
સમગ્ર ઘટના અંગે ચકલાસી પોલીસ મથકે આરોપી નંબર 1, ફતેસિંહ રાવજીભાઈ વાઘેલા 2, અરવિંદભાઈ રાવજીભાઈ વાઘેલા 3, ઇન્દિરાબેન અરવિંદભાઈ વાઘેલા 4, કમળાબેન રાવજીભાઈ વાઘેલા ની વિરુદ્ધમાં ગુનો નોંધાયો હતો. જે ગુનાના કામે નડિયાદ સેશન્સ કોર્ટ ના ત્રીજા એડિશનલ જજ એચ. ડી. પટેલ ના ઓ ની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ એમ.જે.પટેલ ની દલીલોના આધારે કોર્ટે ચારેય આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.