તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:કઠલાલના લાડવેલ-કપડવંજ રોડ પરથી દિપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

નડિયાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
દિપડાનો મૃતદેહ - Divya Bhaskar
દિપડાનો મૃતદેહ
 • કોઈ વાહનની ટક્કર વાગવાથી દિપડાનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન

ખેડા જિલ્લાના કઠલાલના લાડવેલ-કપડવંજ રોડ પર ગત રાત્રે એક દિપડાનો મૃતદેહ મળી આવ્યો છે. જેની જાણ સ્થાનિક આર.એફ.ઓ.ને થતાં તેઓ બનાવ સ્થળે આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે આ દિપડાનું મૃત્યુ ક્યા કારણોસર થયું તે જાણી શકાયું નથી. પરંતુ કોઈ અજાણ્યા વાહનની ટક્કર વાગવાથી દિપડાનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. આ બનાવથી પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે.

કઠલાલ તાલુકાના લાડવેલ-કપડવંજ રોડ પર ગત રાત્રે એક દિપડાનો મૃતદેહ મળી આવ્યો છે. જેની જાણ કઠલાલ આર.એફ.ઓ એ.એ. રાજ અને તેમની ટીમને થતાં આ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. આ બાદ દિપડાના મૃતદેહને પી.એમ. માટે કઠલાલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોની પેનલ દ્વારા દિપડાનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. અને તે બાદ દિપડાના અગ્નિસંસ્કાર કરાયા હતા. કોઈ અજાણ્યા વાહનની અડફેટે રાત્રીના સમયે દિપડાનું મોત થયું હોવાનું અનુમાન પ્રાથમિક તબક્કે લગાવવામાં આવ્યું છે. આ બનાવને પગલે કઠલાલ પંથકમાં દીપડા જેવા અન્ય પ્રાણીઓ હશે કે શુ? તેવી અટકળોએ પણ વેગ પકડ્યો છે. કઠલાલ ફોરેસ્ટની ટીમે પુરા પંથકમા દિપડા જેવા જાનવરો છે કે નહી તે દિશામાં તપાસ આરંભી દીધી છે. આ સમગ્ર બનાવને પગલે પુરા પંથકમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો