લાશ મળી આવી:નડિયાદના પીપલગ નહેર પાસેની કેનાલમાં ચલાલીના શખ્સનો મૃતદેહ મળી આવ્યો, બે દિવસ પહેલા ગુમ થયો હતો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો
  • છેલ્લાં બે વર્ષથી શખ્સ અસ્થિર મગજનો હતો અને થોડા દિવસ પૂર્વે એકાએક લાપતા થયો હતો

નડિયાદ પાસેના પીપલગ નજીકથી પસાર થતી કેનાલમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં પોલીસે ઓળખ કરતાં નડિયાદ તાલુકાના ચલાલીનો અસ્થિર મગજનો આધેડ પુરુષ ‌જે બે દિવસ પહેલા ગુમ થયો હતો તેનો મૃતદેહ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નડિયાદ તાલુકાના પીપલગ સીમમાંથી મોટી નહેર પસાર થાય છે. આ નહેરના પાણીમાં શુક્રવારે એક વ્યક્તિનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગેની જાણ નડિયાદ રૂલર પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ તણાઈ આવેલા મૃતદેહને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢી તેના વાલી વારસોને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.

આ દરમિયાન આ મરણજનાર ચાલાલી મોટી નહેર પાસે રહેતા કાંતિભાઈ સોમાભાઈ તળપદા ઉંમર વર્ષ આશરે 48નો હોવાનું જાણવા મળ્યું છે. કાંતિભાઈ પોતે છેલ્લાં બે વર્ષથી અસ્થિર મગજનો હતો તેમજ બે દિવસ પૂર્વે તેઓ એકાએક લાપતા બન્યા હતા. આ મરણજનાર પુરુષના વાલી વારસો મળી આવતાં પોલીસે તેમને લાશનો કબ્જો સોંપી મૃતકના દીકરા ધર્મેશ કાંતિભાઈ તળપદાની ફરિયાદના આધારે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...