તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ખેડા જિલ્લાની 8 તાલુકા પંચાયતમાં અધધધ 276 ઉમેદવારોના ફોર્મ રદ્દ

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કુલ 697 ફોર્મમાંથી 421 ઉમેદવારો મેદાનમાં રહ્યાં

ખેડા જિલ્લાની આઠ તાલુકા પંચાયતમાં ઉમેદવારી ફોર્મ ભરનાર 697 ઉમેદવારોના ફોર્મની ચકાસણી સોમવારના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં 276 ફોર્મ રદ થયાં હતાં. જેને પગલે હવે 421 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. ખેડા જિલ્લામાં આઠ તાલુકા પંચાયતના ઉમેદવારી ફોર્મની ચકાસણીમાં નડિયાદમાં 30, માતરમાં 35, ખેડામાં 34, મહેમદાવાદમાં 34, મહુધામાં 34, ઠાસરામાં 47, ગળતેશ્વરમાં 34 અને વસોમાં 28 મળી કુલ 276 ફોર્મ રદ્દ થયાં છે. જેમાં મોટા ભાગના ડમી ઉમેદવારોનો સમાવેશ થયો છે. હજુ મંગળવારના રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. બાદમાં ચિત્ર સ્પષ્ટ થશે.

જિલ્લાની આઠ તાલુકા પંચાયતમાં નડિયાદમાં 66, માતરમાં 46, ખેડામાં 42, મહેમદાવાદમાં 47, મહુધામાં 45, ઠાસરામાં 76, ગળતેશ્વરમાં 50 અને વસોમાં 38 મળી કુલ 421 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષનો સમાવેશ થાય છે. કઠલાલ તાલુકા પંચાયતની દાપટ -10 સીટ પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઊર્મિલાબેન જ્યેન્દ્રભાઈ વસાવાએ તેમજ ભાજપમાંથી કપિલાબેન ચીમનભાઈ નાયકે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જે બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફોર્મ ચકાસણી થતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર કપિલાબેન ચીમનભાઈ નાયક બિનહરીફ થશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો