તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવસાન:કપડવંજ પાસે અકસ્માતમાં આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરનું મોત

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ નજીક શુક્રવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં પેટ્રોલ પંપના માલિક અને આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું.  કપડવંજના મોડાસા રોડ ઉપર સોનીપુરા પાટીયા પાસે નરેન્દ્રભાઇ કાંતિભાઇ પટેલ આસ્થા પેટ્રોલ પંપ ચલાવે છે. શુક્રવારે વહેલી સવારે તેઓ પેટ્રોલ પંપ ઉપર નાખેલા બ્લોક અને માટીમાં પાણી છાંટી રહ્યા હતા. આ સમયે કપડવંજ તરફથી બેફામ ગતિએ આવેલી ટ્રકના ચાલકે નરેન્દ્રભાઈને અડફેટે લેતાં તેમને માથામાં ગંભીર ઇજા થઇ હતી. આથી, તેમને તુરંત જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે યોગેશની ફરિયાદના આધારે કપડવંજ ટાઉન પોલીસે ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...