અમિત ચાવડા પગથિયું ચૂક્યા:ડાકોરમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ પગ લપસતાં પડ્યા, પરેશ ધાનાણીએ ચાવડાને 'સંભાળ્યા'

નડિયાદ14 દિવસ પહેલા
  • નવા ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયત સરપંચોનું સત્કાર સમારોહનું આયોજન કરાયું હતું
  • આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પગથીયા પરથી લપસ્યા

ડાકોરમાં ઠાસરા વિધાનસભા વિસ્તારમાં નવા ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયત સરપંચો તેમજ ગ્રામ પંચાયતના સભ્યોનું સત્કાર સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પગથીયુ ઉતરતાં ભૂલી જતાં એકાએક લપસી પડ્યા હતા.

અમિત ચાવડા પાર્ટી પ્લોટમાં આવતી વેળાએ લપસ્યા ​​​​​
ઠાસરા-ગળતેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડાકોર નવજીવન પાર્ટી પ્લોટ ખાતે આ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પૂર્વ નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પાર્ટી પ્લોટમાં આવતી વેળાએ લપસી પડ્યા હતા. પગથીયુ ઉતરતાં ભૂલી જતાં એકાએક લપસી પડ્યા હતા. જોકે, આસપાસના કોંગ્રેસ અગ્રણીઓએ તેમને સહારો આપતાં તેઓ ઊભા થઇ ગયા હતા.

કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા
ડાકોર નવજીવન પાર્ટી પ્લોટ ખાતે આ સમારોહમાં આવતાં પહેલાં કોગ્રેસના નેતાઓએ જગપ્રસિદ્ધ રણછોડજી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં કોરોના તથા પેપરલીક કાંડ મામલે સરકારને આડે હાથે લીધી હતી. આ પ્રસંગે ઠાસરા, કપડવંજ, મહુધા, બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્યો તથા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...