ફરિયાદ:આતરસુંબા, ડાકોર અને નડિયાદ ગ્રામ્યમાંથી વિદેશી દારૂ ઝડપાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બેને કુલ રૂ.20 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યાં

ખેડા જિલ્લાના આંતરસુબા પોલીસની ટીમને મળેલ બાતમી આધારે ઠુચાલ ગામની સીમના વેરાઇ માતાજીના મંદિરની બાજુમાં આવેલ બાજરીવાળા ખેતરમાં દરોડો પાડયો હતો. તે સમયે એક ઇમસ પોલીસને જોઇ ફરાર થઇ ગયો હતો. જ્યારે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળની તલાસી લેતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ ટીમે વિદેશી દારૂના ક્વાર્ટર નંગ-52 કિ.રૂ 5200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે રંગાભાઇ પૂનાભાઇ સોલંકી અને એક અજાણ્યા વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

જ્યારે ડાકોર સ્થાનિક પોલીસને મળેલ બાતમી આધારે વણોતી ગામના શેઢી નદીના પુલ નજીક રેડ કરી હતી.બાતમી આધારિત સ્થળે રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.પોલીસ ટીમે વિદેશી દારૂના ક્વાટર નંગ-40 કિ.રૂ.4 હજારનો મુદ્દામાલ સાથે પ્રવિણભાઇ ઉર્ફે ભલાભાઇ ઉર્ફે મીલેટ્રી રાવજીભાઇ પરમારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વળી નડિયાદ ટાઉન પોલીસને મળેલ બાતમી આધારે નડિયાદ પેટલાદ ફાટક પાસેથી એક ઈસમને રાઉન્ડઅપ કર્યો હતો.પોલીસ ટીમે તેની અંગઝડતી કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસ ટીમે વિદેશી દારૂની બોટલ નંગ-19 કિ.રૂ.10,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ બનાવ અંગે જીતીભાઇ બાબુભાઇ મારવાડી વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...