તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શાકભાજીના કોથળા નીચે સંતાડીને લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.62 લાખના દારૂ સાથે મધ્યપ્રદેશના શખ્સની અટક

સેવાલીયા પોલીસે બાતમીના અાધારે જૂની ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહેલા ડાલુને રોકી તેમાં તપાસ કરતાં, શાકભાજીના કોથળાંની નીચે દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1.62 લાખનો દારૂ કબજે લઇ ચાલકની અટક કરી હતી.

સેવાલીયા પોલીસની ટીમ જૂન ચેકપોસ્ટ ઉપર ગોધરા તરફથી આવતાં વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ સમયે બાતમી મળી હતી કે, ગોધરા તરફથી આવી રહેલા એક ડાલુમાં શાકભાજીની ઓથમાં વિદેશી દારૂ લઇ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ સતર્ક થઇ ગઇ હતી. બાતમી મુજબની ડાલુ આવતાં તેને રોકી તેમાં તપાસ કરતાં શાકભાજીના કોથળાંની નીચે વિદેશી દારૂની 540 બોટલ કિંમત રૂ.1,62,000 ની મળી આવી હતી. પોલીસે ડાલુના ચાલક પ્યારેલાલ ઉર્ફે અલ્ટુ કૈલાસચંદ ચૌહાણ (રહે.દેવાસ,મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે 1.62 લાખના દારૂ ઉપરાંત રૂ.1 હજારની કિંમતનો મોબાઇલ ફોન અને રોકડા રૂ.210 તેમજ રૂ.2 લાખની કિંમતનું ડાલુ મળીને કુલ રૂ.3,63,210 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના પેટ્રોલિંગ છતાં ખેડામાં બુટલેગરો બેફામ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો