કોરોના રસીકરણ:ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે 20391 બાળકોને વેક્સિન અપાઈ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 46,558 બાળકોને રસી ઃ ટાર્ગેટના 36.37 ટકાને રસીકરણ

સરકાર દ્વારા બાળકોને રસી આપવાની શરૂઆત કરતા જ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણ ની શરૂઆત કરી દેવાઈ હતી. બે દિવસમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે થઈ રહેલ રસીકરણની કામગીરીને પગલે બે જ દિવસમાં કુલ ટાર્ગેટ ના 36.37 ટકા સુધી આરોગ્ય વિભાગ પહોંચી ગયું છે. જિલ્લામાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ માટે બીજા દિવસે 200 કરતા વધારે શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી. જેના કારણે બીજા દિવસે 20,391 બાળકોને રસી નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

આમ બે દિવસમાં કુલ 46,558 બાળકોને રસી આપવામાં આવી છે. જેની સાથે કુલ લક્ષ્યાંકના 36.37 ટકા બાળકોને રસી મળી ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાનું એક પણ 15 થી 18 વર્ષનું બાળક રસી માં બાકી ના રહી જાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. જે માટે સ્થાનિક સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓને પોતાના બાળકોને રસી મુકવા માટે અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...