તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાકોરના દરવાજા બંધ:ઈતિહાસમાં પ્રથમ વખત ફાગણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયના મંદિરે બંધ બારણે હોળીનો ઉત્સવ ઉજવાશે, ધજાના દર્શન પણ દુર્લભ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડાકોરમાં દર્શને આવતા ભક્તો બંધ બારણા જોઇ નિરાશ થઇ રહ્યાં છે, આમ છતાં તેમની ભક્તિમાં કોઇ ઓટ જોવા મળી નથી. - Divya Bhaskar
ડાકોરમાં દર્શને આવતા ભક્તો બંધ બારણા જોઇ નિરાશ થઇ રહ્યાં છે, આમ છતાં તેમની ભક્તિમાં કોઇ ઓટ જોવા મળી નથી.
 • ફાગણી પૂનમ દોલત્સવને દિવસે મંદિર પાસેની દુકાનો બંધ રખાશે
 • ડાકોરમાં યાત્રિકો વિના માર્ગો સુમસામ મંદિર પાસે જ પૂનમ પૂર્વે કર્ફ્યુનો માહોલ
 • ઠાકોરજીની પ્રસાદીને ભક્તો અંતર આત્માંથી અર્પણ કરતા જોવા મળ્યા

ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે દર પૂનમે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં હોય છે. આશરે બેથી ત્રણ લાખ ભક્તો દર્શન કરવા આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, સાથોસાથ હવે મંદિર ફરતે પતરાં પણ મારી દેવાશે. જેથી ટોળા એકત્ર ન થાય. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ એટલે લોકોત્સવ ગણાય છે. આણંદ, અમદાવાદ, વડોદરાથી લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન કરવા ઉમટી પડે છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે સ્થિતિ વણસી રહી છે. જેને કારણે ફાગણી પૂનમમાં ડાકોર મંદિર ત્રણ દિવસ બંધ રાખવામાં આવશે.

મંદિર તરફના રસ્તે પતરાં મારવારમાં આવશે
આમ છતાં પણ પગપાળા સંઘ, ભક્તોનો ધસારો ન થાય તે માટે ફરતે પતરાં મારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે આ વખતે ધજાના દર્શન પણ મુશ્કેલ બનશે. જોકે, લાઇવ દર્શન માટે મંદિર પ્રશાસન દ્વારા તૈયારી હાથ ધરી છે. અલબત્ત, ડાકોરના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એમ.જુજાના જણાવ્યાનુસાર, ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં લઇને ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. જોકે, દર્શનાર્થીઓ મંદિર સુધી પહોંચી નહીં શકે અને ધજાના દર્શન પણ કરી નહીં શકે.

પૂનમ પૂર્વે ડાકોર નગરના માર્ગો ખાલીખમ
ડાકોરમાં સામાન્ય દિવસોમાં કે રવિવારના દિવસે કે પૂનમના દિવસે જે ભીડ જોવા મળે છે, એનાથી પણ ઓછી અવરજવર ડાકોર નગરમાં પૂનમની પૂર્વ સંધ્યાએ જોવા મળી હતી. ગત વર્ષોમાં પૂનમની પૂર્વ સંધ્યાએ ડાકોર નગર યાત્રાળુઓથી અને જયરણછોડના નાદથી ધમધમતું હોય છે, પણ આ વર્ષે માર્ગો પર સામાન્ય ભીડ પણ જોવા મળી રહી નથી.

ડાકોરમાં વિવિધ સ્થળે ધજા માટે કાઉન્ટર મૂકાશે
પ્રશાસન દ્વારા ડાકોરના ટ્રાફિક સર્કલ, ગાયોના વાડા પાસે અને વેલકમ પાટિયા પાસે ધજા મૂકવા માટેના કાઉન્ટર લગાવવામાં આવશે. જોકે, પૂનમની પૂર્વ સંધ્યા સુધી ક્યાંય કાઉન્ટર મૂકવામાં આવ્યા ન હોવાથી યાત્રાળુઓએ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસેની જાળીમાં ધજા અર્પણ કરી હતી. આગામી બે દિવસ સુધી પ્રવેશ દ્વાર પાસે જ સંઘોની ધજા લેવામાં આવશે. ડાકોરમાં પ્રવેશ અપાશે નહી.

સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાચવી રહી છે
દરસાલ ફાગણી પૂનમના પર્વે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતાં હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક ઉપરાંત ખેડા જિલ્લા પોલીસ અને અન્ય જિલ્લાની પોલીસ પણ બંદોબસ્તમાં તૈનાત હોય છે. આ વર્ષે માત્ર સ્થાનિક પોલીસ જ કાયદો અને વ્યવસ્થા સંભાળશે. યાત્રિકોનો ધસારો ન વધે તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો