તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાકોર મંદિરમાં છેલ્લા અઢી સો વરસથી બેસતા વર્ષના દિવસે ઠાકોરજીને અન્નકુટ ધરાવવામાં આવે છે. આ અન્નકુટની આસપાસના ગ્રામજનો લૂંટ ચલાવે છે. જોકે, આ વખતે કોરોના મહામારીના કારણે આ પ્રથા રદ્દ કરવામાં આવી છે. તેના બદલે મંદિરમાં બંધ બારણે પ્રતિકાત્મક રીતે અન્નકુટ ધરવામાં આવશે. જોકે, આ નિર્ણય સરપંચ અને પોલીસ વચ્ચે શુક્રવારે યોજાયેલી એક બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. આ અગાઉ સરપંચોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જે મામલે હવે સમાધાન થયું છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરતાં શ્રધ્ધાળુઓને આ વર્ષે નિરાશ થવું પડશે. મંદિર પ્રશાસન દ્વારા નવા વર્ષને દિવસે સાંજે 4 વાગ્યા પછીજ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અન્નકૂટ લૂંટની પ્રથાને લઇને અવ્યવસ્થા ન ઉભી થાય તે માટે આ નિર્ણય
જેને લઇને વૈષ્ણવોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અલબત્ત, આ નિર્ણય લેવા પાછળ અન્નકૂટ લૂંટની પ્રથા જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. અગાઉ કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટંન્સ સહિતના કોવિડના નિયમો ભંગ થવાના કારણે આ પ્રથા રદ્દ કરવા મંદિર અને તંત્ર વચ્ચે મડાગાંઠ ચાલતી હતી. દરમિયાનમાં આ પ્રથા રદ્દ થશે તો આસપાસના ગામના લોકો આંદોલન કરશે તેવી ચીમકી સરપંચોએ ઉચ્ચારી હતી. આખરે આ મામલે શુક્રવારે પોલીસ અને સરપંચો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સરપંચોએ આંદોલનનો કાર્યક્રમ પડતો મુક્યો હતો. સાથોસાથ અન્નકુટ પ્રતિકાત્મક રીતે ભગવાનને ધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આખરે મંદિરના પ્રશાસન દ્વારા અન્નકૂટ લૂંટની પ્રથાને લઇને કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની પણ ચર્ચા નગરમાં છે.
ડાકોર મંદિરમાં પ્રથમ વખત બેસતા વર્ષે દર્શન મોડા થશે
ડાકોરમાં ભગવાન રણછોડરાય પ્રત્યે ભક્તો અસીમ આસ્થા ધરાવે છે. દેશ વિદેશના અનેક ભક્તો નવા વર્ષે ભગવાનના દર્શન કર્યા બાદ તેમના ધંધા, રોજગારનો પ્રારંભ કરે છે. જોકે, આ વખતે ઠાકોરજીના દર્શન મોડા થશે. મંદિરના ઇતિહાસમાં આવો પ્રસંગ પ્રથમ વખત બનશે કે બેસતા વર્ષના દિવસે ભગવાનના દર્શન
મોડા થશે.
પુષ્ટીમાર્ગીયો સાથે વાતચીત બાદ પ્રતિકાત્મક અન્નકૂટ કરવાનો નિર્ણય લેવાયો છે
ભગવાન રણછોડરાયજીનેન બેસતા વરસે અન્નકૂટ ધરાવવાની વરસો જુની પરંપરા છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે આ પ્રથા રદ્દ કરવા 1લી નવેમ્બરના રોજ સરપંચો સાથે બેઠક યોજાઇ હતી અને કોરોના ગાઇડ લાઇનની સમજ આપી હતી. પરંતુ સરપંચોએ પરંપરા મુજબ અન્નકૂટ લુંટવાનો આગ્રાહ રાખ્યો હતો. આખરે આ બાબતે પુષ્ટીમાર્ગીયના જાણીતી વ્યક્તિના મત લેતા તેઓએ પ્રતિકાત્મક અન્નકૂટ કરવા સહમંતિ આપી હતી. આખરે મંદિરના દર્શન બંધ રાખી પૂજા વિધિ કરવામાં આવશે.> અરવિંદભાઈ મહેતા, મેનેજર, ડાકોર મંદિર, ડાકોર.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.