ખેડા જિલ્લામાં જિલ્લા કક્ષાનો 75મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રાજય કક્ષાના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં નડિયાદ એસ.આર.પી કેમ્પ ખાતે સવારે 9:00 કલાકે યોજાનાર છે. રાજય કક્ષાના મંત્રી ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ સહિત વૃક્ષારોપણ કરી આ પર્વની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.એલ.બચાણી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
સાથે સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન પણ કરવામાં આવશે. શુક્રવારે નડિયાદ એસ.આર.પી કેમ્પ ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષસ્થાને રીહર્સલ યોજાયું હતું. તેમણે આ પ્રસંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ જવાનો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.