રસીકરણ:નડિયાદમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો, 600 વિદ્યાર્થીઓએ રસીનો પહેલો અને બીજો ડોઝ લીધો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેપ સંસ્થા દ્વારા એક દિવસીય રસીકરણ કેમ્પનું આયોજન કરાયું યોજાયો
  • જે. એન્ડ. જે સાયન્સ કોલેજ અને આઈ. વી. પટેલ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ લાભ લીધો

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નડિયાદમાં આવેલા ગેપ સંસ્થા દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો રસીથી બાકત ન રહી જાય તે માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં જે. એન્ડ. જે સાયન્સ કોલેજ અને આઈ. વી. પટેલ કોમર્સ કોલેજના 600 વિદ્યાર્થીઓએ રસીનો પહેલો અને બીજો ડોઝ લીધો છે.

નડિયાદની ગેપ સંસ્થા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ખેડા જિલ્લાની શૈક્ષણીક સંસ્થાઓમાં એચ. આઇ.વી/એઇડ્સ, TB તેમજ સ્વૈરિછક રક્તદાન માટે યુવાનો સાથે ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના સહિયોગથી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત આજે અતંરિયાળ ગામમાંથી આવતા યુવાનો માટે કોવિડ વેક્સિનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે. એન્ડ. જે સાયન્સ કોલેજ અને આઈ. વી. પટેલ કોમર્સ કોલેજના લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓને રસીનો પહેલો અને બીજો ડો આપવામાં આવ્યો છે.

ઉપરોક્ત સંસ્થાએ જિલ્લા આરોગ્ય શાખા સાથે સકંલન કરી આ કેમ્પનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ગેપ સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર પંકજ પટેલ તથા નડિયાદ ગેપના ટી. આઈની ટીમ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...