તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળલગ્ન અટકાવવા પ્રયાસ:અખાત્રીજ આવતાં ખેડા જિલ્લામાં બાળ લગ્ન ન થાય તે માટે સરકારી તંત્ર એલર્ટ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 18 વર્ષથી નીચેની યુવતી અને 21 વર્ષથી નીચેના યુવકના લગ્‍ન ફોજદારી ગુનો બને છે
  • બાળલગ્‍ન અટકાવવા માટે સરકાર પુરેપુરી પ્રયત્નશીલ

અખાત્રીજ દરમિયાન ખેડા જિલ્લામાં બાળ લગ્ન ન થાય તે માટે સરકારી તંત્ર એલર્ટ થયું છે. જિલ્લામાં બાળલગ્ન અટકાવવા માટે પ્રયત્નશીલ તંત્રએ આવા બાળલગ્ન અંગે જો કોઇને જાણ હોય તો તેઓને આ અંગે પોલીસ સ્ટેશન સહિત વિવિધ સંબંધિત કચેરીને જાણ કરવા અપીલ કરી છે અને એ માટે કેટલાક નંબર અને સરનામા પણ આપવામાં આવ્યા છે. જેના પણ આ પ્રકારની માહિતી આપશે તેની તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવશે.

18 વર્ષ ઓછી વયની સગીર અને 21 વર્ષથી વયના યુવકના લગ્‍ન કરાવવા, કરવા કે લગ્‍ન કરવામાં મદદગારી કરવી એ બાળ લગ્‍ન પ્રતિબંઘક અઘિનિયમ - 2006 મુજબ ફોજદારી ગુનો બને છે. જો આવા લગ્‍ન કરાવવામાં આવે તો વર-કન્‍યાના માતા-પિતા, વર અને કન્‍યામાંથી જે પુખ્‍ત વયનું હોય તે ગોર મહારાજ, મંડ૫ વાળા, ડી.જે. વાળા, લગ્‍નમાં સહભાગી થનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો બને છે.

આ કાયદાનો ભંગ કરવા બદલ એક લાખ રૂપિયા સુઘીનો દંડ અને 2 વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે. જો આવા લગ્‍ન થતા હોય અને લગ્‍ન થતા ૫હેલા જાણ કરવામાં આવે તો આવા લગ્‍ન અટકાવવામાં આવે છે અને જો લગ્‍ન થઇ ગયા હોય તો તેઓની સામે જરૂરી તપાસ કરી ફરીયાદ દાખલ કરવામાં આવે છે. જેથી સમાજના કોઇ ૫ણ વ્‍યકિતએ આ પ્રકારના લગ્‍ન કરાવવા કે કરવા નહીં.

જો કોઇ બાળલગ્‍ન થવાના હોય તો તેની જાણ નીચેના નંબરો ૫ર કરવા વિનંતી. તેમજ તેની જાણ નજીકના પોલીસ સ્‍ટેશને (100) અથવા બાળલગ્‍ન પ્રતિબંઘક અઘિકારી સહ સમાજ સુરક્ષા અઘિકારી એલ. જી. ભરવાડ મો.નં.97241 42503, સરનામુ : રૂમ નં.13, બ્‍લોક-સી, સરદાર ૫ટેલ ભવન, નડિયાદ, જિ.ખેડાને ફોન નંબર : 0268-2550640, ચાઇલ્‍ડ લાઇન-1098, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એમ. આર. ૫ટેલ, મો.નં.94286 68027, કાનૂની સહ પ્રોબેશન અધિકરી કિર્તીબેન પી. જોષી, મો.નં. 88493 06942, સુરક્ષા અધિકારી –બિન સંસ્થાકીય અધિકારી કૃણાલ એ. વાઘેલા, મો.નં. 94844 50668 જિલ્‍લા બાળ સુરક્ષા એકમની કચેરી, રૂમ નં.20, બ્‍લોક-સી, સરદાર પટેલ ભવન, મીલ રોડ, નડિયાદ, ઉ૫ર જાણ કરવા વિનંતી છે.

હાલમાં લગ્‍નની સીઝન ચાલુ થયેલ હોય અને અખાત્રીજે વણમાગ્‍યુ મુરત હોય, ઘણા બઘા સમાજમાં સમુહ લગ્‍નના આયોજન થઇ રહયા છે ત્‍યારે સમુહ લગ્‍નના આયોજકોએ સમુહ લગ્‍નમાં જોડાનાર દરેક વરઘોડીયાના જન્‍મ તારીખના દાખલાની ચકાસણી કરી અને કાયદા મુજબ પાત્રતા ઘરાવતા હોય તેવા છોકરા- છોકરીઓના જ લગ્‍ન કરવા વિનંતી છે. કોઇ ૫ણ બાળલગ્‍ન ન થાય તે જોવા સમગ્ર સમાજ અને સમાજના આગેવાનોને બાળલગ્‍ન પ્રતિબંઘક અઘિકારી, નડિયાદ, જિ.ખેડા દ્વારા જણાવવામાં આવ્‍યુ છે. ઉ૫રોકત સરનામે બાળલગ્‍નની જાણ કરનારની ઓળખ ગુપ્‍ત રાખવામાં આવશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...