રસીકરણ:ખેડા જિલ્લા તંત્ર દ્રારા 100 ટકા રસીકરણ માટે અથાગ પ્રયત્નો, હવે તાલુકાવાર ફાળવણી કરાઇ

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 10 તાલુકામાં 25 હજાર ડોઝની ફાળવણી થઈ

સમગ્ર દેશમાં કોરોના રસીકરણની મહાઝુંબેશ ચાલી રહી છે. કોરોનાની આગામી ત્રીજી લહેરથી બચવા માટે રસી એ જ રામબાણ ઇલાજ બચ્યો છે. ત્યારે કોવિડ રસીકરણના બંને ડોઝ લેવા જરૂરી બને છે. જેનાથી કોરોના સંક્રમણનો સામનો કરવા જરૂરી શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધે છે.

ભારત સરકાર દ્વારા વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર કોવિશીલ્ડ વેક્સિન માટે 84 દિવસ અને કોવેક્સિન માટે 28 દિવસ નિયત કરવામાં આવેલું છે. ખેડા જિલ્લામાં રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્રારા 100 ટકા રસીકરણ માટે અથાગ પ્રયત્નો કરાઇ રહ્યા છે. બુધવારના રોજ જિલ્લામાં તાલુકાવાર 25 હજાર રસીના ડોઝની ફાળવણી કરવામાં આવી છે.

કોવિશિલ્ડ રસી ગળતેશ્વર તાલુકામાં 1200 ડોઝ, કપડવંજ તાલુકામાં 3200 ડોઝ, કઠલાલ તાલુકામાં 3410 ડોઝ, ખેડા તાલુકામા 1650 ડોઝ, મહુધા તાલુકામાં 1650 ડોઝ, માતર તાલુકામાં 1650 ડોઝ, મહેમદાવાદ તાલુકામાં 4400 ડોઝ, નડીયાદ તાલુકામાં 6600 ડોઝ, ઠાસરા તાલુકામાં 2200 ડોઝ અને વસો તાલુકામાં 1100 ડોઝ એમ મળીને જિલ્લામાં આજે તાલુકાવાર 25 હજાર રસીના ડોઝની ફાળવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...