અન્ન વિતરણ:કઠલાલના ચરેડ ગામે રીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્ન વિતરણનો કાર્યક્રમ યોજાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડો.દિપીકાબેન સરડવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ચરેડ ગામ ખાતે પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડો.દિપીકાબેન સરડવાની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી 'ગરીબ કલ્યાણ અન્ન યોજના' અંતર્ગત અન્ન વિતરણ દુકાનની મુલાકાત લઈ અન્ન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અન્ન વિતરણના લાભાર્થી તથા ઉજ્જવલા યોજના લાભાર્થીઓને કુમ કુમ તિલક કરી તેમને લાભ આપ્યો હતો.

આ પ્રસંગે કઠલાલના પ્રભારી દશરથભાઈ, પ્રમુખ કિરણસિંહ ડાભી, સરપંચ અજીતસિંહ, પ્રદેશ ઉપપ્રમુખ અરુણાબેન ચૌધરી, અર્ચનાબેન ઠાકર, જિલ્લા મંત્રી વર્ષાબેન વ્યાસ ,ખેડા જિલ્લાના મહિલા મોરચા પ્રમુખ નલીનીબેન, જિલ્લા મહિલા મોરચાની ટીમ ,કઠલાલ મ.મો. પ્રમુખ નૈયાબેન તથા સંગઠનના ભાઈઓ તથા બહેનો તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...