તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નડિયાદમાં બે બેકરી પર ફુડખાતાની તવાઇ

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદની ફુડ એન્ડ ડ્રગ્સ કચેરીના અધિકારીઓએ ખાદ્યતેલ, ઘી, બેકરી આઇટમ ચેક કરી તેના નમૂના લીધાં હતા. જેમાં નડિયાદની બે બેકરીની નાનખટાઇ આઇટમના પેકિંગ પર તારીખ નહીં હોવાનું જણાતાં તેના નમૂના લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. આ અંગે ફુડ ઇન્સ્પેક્ટર સોલંકીએ જણાવ્યું હતું કે, નડિયાદમાં તહેવારોમાં તપાસની સાથે નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં મીઠો માવો-03, ફરસાણ-15, ખાદ્યતેલ-08, ઘી-02, મરી-મસાલા-11 મળી કુલ 58 નમૂના લેવામાં આવ્યાં હતા. નડિયાદની 14 બેકરીમાં ચેકિંગ કરાયું હતુ. જેમાં દીવાન બેકરી અને શિવ બેકરીની નાનખટાઇ આઇટમના પેકિંગ ડેટ દર્શાવેલી ન હતી. જેથી બન્ને બેકરીની નાનખટાઇ આઇટમના નમૂના લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો