તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ધો.12 માં માસ પ્રમોસનના પગલે કોલેજોમાં બેઠકો વધારવી પડશે

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડિલન પટેલ, વિધાર્થી - Divya Bhaskar
ડિલન પટેલ, વિધાર્થી
  • ખેડા જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં 15,086, વિજ્ઞાન પ્રવાહમાં 3,300 વિદ્યાર્થીઓ

સરકાર દ્વારા ધો.12ના વિધાર્થીઓ ને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી દેતા વિધાર્થી આલમમાં કહીં ખુસી કહીં ગમ નો માહોલ છવાયો છે. જે વિધાર્થીઓ અભ્યાસમાં નબળા હતા, તેઓને કોરોના કાળ ફળી ગયો છે. તો જે વિધાર્થી ઓએ જીવનમાં આગળ વધવા, સારી કોલેજમાં એડમિશન લેવા માટે અથાગ મહેનત કરી હતી. તેવા વિધાર્થીઓ સાથે માસ પ્રમોશનના નિર્ણયથી અન્યાય થયો છે.

વાત કરીયે ખેડા જિલ્લાની તો ધો.12 સામાન્ય પ્રવાહમાં 15,086 વિધાર્થીઓ, જ્યારે સામાન્ય પ્રવાહમાં 3,300 વિધાર્થીઓ ને માસ પ્રમોશન મળ્યું છે. જોકે આ વિધાર્થીઓ ને હવે એ સમસ્યા સતાવી રહી છેકે તેઓને તેમની મન પસંદ કોલેજમાં એડમિશન મળશે કે કેમ?

નિર્ણય વહેલા લેવો જોઇએ
નિર્ણય એટલો કાયદા કારક નથી, પરંતુ વિધાર્થીઓ અને શિક્ષકોને સંક્રમણ ના થાય તે માટે જરૂરી છે. અમે છેલ્લા ઘણા સમયથી ચિંતા માં હતા કે પરીક્ષા લેવાશે કે નહી. જો આ નિર્ણય વહેલો જાહેર કર્યો હોત તો શરૂ હતી. અમે ખુબ મહેનત કરી હતી, પરીક્ષા લેવાઇ હોત તો શારૂ હતું પરંતુ હવે સરકારે ધ્યાન આપવું જોઇએ કે સરળતાથી કોલેજમાં એડમિશન મળીજાય. > ડિલન પટેલ, વિધાર્થી

મેન્ટલ પ્રેસર દુર થયું
છેલ્લા ઘણા સમયથી અમે સતત પ્રેશરમાં હતા કે સરકાર પરીક્ષા લે સે કેમ. આજે સરકારે આ જાહેરાત કરતા અમે દુ:ખ થયું છે કારણકે અમે ખુબ મહેનત કરી હતી. પરંતુ આ જાહેરાત થી અચાનક અમે ટેન્શન ફ્રી પણ થઇ ગયા છીએ. એવું નથી કે અમે અભ્યાસ નથી કર્યો. પરંતુ પેન્ડામિક સ્થિતિમાં સરકાર જે પ્રકારે નિર્ણય લીધો છે તેને માન આપવું જ જોઇએ.> જાનવી ફુલચંદાની, વિધાર્થીની

​​​​​​​વિધાર્થીઓ સાથે અન્યાય
જે પ્રકારની દેશમાં સ્થિતિ છે, તેને જોતા નિર્ણય યોગ્ય છે. ઘણા સ્ટુડન્ટ જે સ્કૉલર છે, જેઓએ સમગ્ર વર્ષ દરમ્યાન સારી મહેનત કરી હતી તેઓની સાથે અન્યાય થયો છે. જેઓએ મોટો ગોલ સેટ કરેલો હતો, તેમની મહેનત પાણીમાં ગઇ છે. પરંતુ હાલની સ્થિતિને જોતા નિર્ણય યોગ્ય છે. વિધાર્થીઓ સાથે ચોક્કસ અન્યાય છે, પરંતુ હાલની સ્થિતિ અંગે વિચારવું તે સરકારની પ્રાથમિકતા છે.> આર્યન, વિધાર્થી

​​​​​​​ઓનલાઇન જોઇતી હતી
વિધાર્થી હિત માં નિર્ણય લેવાયો છે. પરંતુ અમે 15 માસથી તૈયારીઓ કરી રહ્યા હતા. ઓનલાઇન કે અન્ય પ્રકારે પરીક્ષા લેવાઇ હોત તો શારૂ હતુ. પરિણામ બાદ ટકાવારીના આધારે એડમીશન મળત. સ્થિતિને જોતા જે નિર્ણય લેવાયો છે, તેનાથી અમે રાજી નથી. પરંતુ અમે સ્વીકારી રહ્યા છીએ. જે વિધાર્થીઓ મહેનત કરતા હતા તેમની સાથે અન્યાય કહીં શકાય.> મીલી, વિધાર્થીની

​​​​​​​ક્લાસ રૂમ 120 ના બદલે 150 વિધાર્થી ના કરવા પડસે
સામાન્ય રીતે એસ.પી. યુની.માં વિધાર્થીઓ ફોર્મ ભરતાં હોય છે. જેઓને બાદમાં ખેડા-આણંદની જુદી જુદી કોલેજોમાં એડમિશન અપાતું હોય છે. પરંતુ અચાનક 100 ટકા થઇ જતા વિધાર્થીઓ ને ક્યા સમાવવા તે પ્રશ્ન ઉભો થસે. હાલના તબક્કે ક્લાસ રૂમમાં 120 ની સામે 150 વિધાર્થીઓ ની સંખ્યા થશે તેમ લાગી રહ્યું છે.> એમ.કે.દવે, આચાર્ય, ટી.જે.પટેલ, કૉમર્સ કોલેજ

​​​​​​​તાલુકા કક્ષાની કેટલીક કોલેજો ને ઓક્સિજન મળશે
મહત્વની વાત છેકે જિલ્લાના મુખ્ય મથક નડિયાદને બાદ કરતા તાલુકા કક્ષાની કેટલીક કોલેજો બંધ થવાના વાંકે ચાલી રહી છે. સરકાર દ્વારા ધો.12ના તમામ વિધાર્થીઓ ને માસ પ્રમોશન આપી દેતા તમામ વિધાર્થીઓ ને સારી કોલેજમાં એડમિશન મળે તે શક્ય નથી. ત્યારે અસ્તિત્વની લડાઇ લડી રહેલી કેટલીક કોલેજોને પણ કોરોના કાળમાં ઓક્સિજન મળીજસે તે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...