ભાવમાં ઉતાર-ચઢાવ:શાકભાજીના ભાવમાં ઉતાર-ચઢાવ : ફ્લાવર-રીંગણ સસ્તા થયા, મેથી-તુવેર મોંઘા થયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શાકભાજીની આવકની વધ-ઘટ અને બગાડની ભાવો પર અસર : ધાણા, મરચાં અને આદુમાં અસહ્ય ભાવ વધારો

નડિયાદમાં શાકભાજીના ભાવોમાં વધ-ઘટની સ્થિતિ હજુ પણ યથાવત છે. વેપારીઓના મતે શાકભાજીના આવકમાં થતી વધ-ઘટ અને બગાડને કારણે કેટલાક શાકભાજીના ભાવોમાં તેજી આવી છે, તો કેટલાક શાકભાજીના ભાવો સંતુલિત છે. મોટાભાગના શાકભાજીના ભાવો પ્રતિ કિલોએ અર્ધ શતક સુધી પહોંચ્યા છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

શાકભાજીના ભાવો બમણાં થતા નડિયાદ સહિત જિલ્લામાં ગૃહિણીઓને રસોડુ કેવી રીતે ચલાવવું તેની મૂંઝવણ ઉભી થઈ છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવોમાં થયેલા વધારાની સાથોસાથ હવે રોજીંદી જરૂરીયાત એવા શાકભાજીના ભાવોમાં પણ દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. શાકભાજીના વેપારીઓ સાથે વાતચીત કરતા જણાયુ છે કે, કેટલાક શાકભાજીનું ઉત્પાદન ઘટતા તેની આવક ઓછી થઈ છે. જેના કારણે માત્ર 20 દિવસની સાપેક્ષે અત્યારે ભાવો આસમાને આંબી ગયા છે.

અત્યારે વિવિધ શાકભાજીઓ 40થી માંડી 100 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ભીંડા, મેથી, ગુવાર અને સવાની ભાજીના ભાવોમાં વધારો નોંધાયો છે. જ્યારે ફ્લાવર, કોબિચ, ગલકા, બટાકા અને ટીંડાના ભાવોમાં નજીવો વધારો-ઘટાડો જણાયો છે. ભાવ વધારાની અસર શાકભાજીના વેચાણ ઉપર થઈ છે, શાકભાજીનો ઉપાડ ઓછો થતા વેપારીઓએ તેને ફેંકી દેવાની પણ પરિસ્થિતિ સર્જાઈ છે.

શાકભાજીની પુરતી આવક નહીં થાય ત્યાં સુધી પરીસ્થિતિ આવી જ રહેવા પામશેે
શાકભાજીના ઉત્પાદન પર અસર પડી છે, આવક પણ ઘટી છે. તેના કારણે મુખ્ય બજારોમાં જ શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે. પરીણામે ભાવો વધ્યા છે. જ્યાં સુધી નવા વક્કલનું ઉત્પાદન અને આયાત નહીં થાય અને બજારોમાં શાકભાજીના જથ્થાનું પુરતા પ્રમાણમાં આવક નહીં થાય ત્યાં સુધી આ પરીસ્થિતિ રહેશે. > કમલેશ વાઘેલા, વેપારી

મૂડી પાછી મેળવવી પણ અઘરી બની છે
શાકભાજીના ભાવો વધતા લોકોએ ખરીદવા પર જ કાપ મુક્યો છે. જેના કારણે શાકભાજી પુરતા પ્રમાણમાં વેચાતુ નથી. પહેલા માર્કેટમાંથી એક શાકભાજી 50 કિલો લાવતા તો દિવસ દરમિયાન વેચાણ થઈ જતુ હતુ. અત્યારે તો લીલોતરી અને ફ્રેશ શાકભાજી લાવીને વેચીએ છે, છતાં ગ્રાહક ખરીદવા માટે તૈયાર નથી. જેના કારણે બગાડ થાય છે અને મૂડી પાછી મેળવવી પણ અઘરી બની છે. > ગોપાલ તળપદા, વેપારી

શાકભાજી પાછળ દૈનિક 120 રૂપિયા ખર્ચ કરવો પડે છે
લીલા શાકભાજીના ભાવો વધી ગયા છે. ~100થી 150 હોય તો જ લીલોતરી શાકભાજી લેવા નીકળાય છે. શાકભાજીના બજારમાં જઈએ તો એક ટંકનું શાકભાજી લેવામાં ~120 ખર્ચ થઈ જાય છે. દરેક શાકમાં વપરાતા ધાણાંના ભાવમાં પણ ખૂબ વધારો થયો છે. એ અલગથી લેવા પડે છે. ટામેટાનો પણ ભાવ વધ્યો છે. જે શાકભાજી કિલો લઈને બનાવતા હતા તે હવે 250 કે 500 ગ્રામ લઈને બનાવવાનો સમય આવ્યો છે. > મીનાબેન ઠાકોર, ગૃહિણી

શાકભાજીના પ્રતિ કિલોના ભાવની સરખામણી

શાકભાજી30 સપ્ટે.21 ઑક્ટો.
ભાવભાવ
ભીંડા3040
તુવેર80120
કારેલા3030
દૂધી3030
રીંગણ4030
કોબીચ2025
મરચા2040
ફ્લાવર8070
ધાણા80120
ચોળી80100
આદુ3040
ગવાર5080
લિંબુ5040
ડુંગળી3050
વટાણા80100
બટાટા1215
ગલકા3030
ટીંડા6060
ટામેટા4060
મેથી50100
સવા4080
મૂળા2040

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...