તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ખેડા જિલ્લામાં કોરોનાના વધુ પાંચ દર્દીઓ નોંધાયા, કુલ આંક 3243 પર પહોંચ્યો ગયો

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 5 પોઝિટીવ દર્દીઓ સાથે કુલ આંક 3243 પર પહોંચી ગયો છે. નડિયાદ શહેર ઉપરાંત નડિયાદ, વસો અને ઠાસરા તાલુકામાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે.

મંગળવારે નડિયાદના વિષ્ણુ પાર્ક સોસા.માં 30 વર્ષના યુવક, જલતરંગ સોસાયટીમાં રહેતા 65 વર્ષના વૃધ્ધા, ઉત્તરસંડા બસ સ્ટેન્ડ નજીક રહેતા 51 વર્ષના મહિલા, ઠાસરા તાલુકાના ડાકોરમાં જય બંગ્લોઝમાં રહેતા 45 વર્ષના આધેડ તથા વસો તાલુકાના પીજ ગામમાં રહેતા 65 વર્ષના વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામની સારવાર શરૂ કરવામાં આવી છે. હાલમાં જિલ્લામાં કુલ 14 એક્ટિવ કેસ છે. જેમાંથી 4 દર્દી હોમઆઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક દર્દી બાયપેપ અને એક દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. આ ઉપરાંત મંગળવારે વધુ 113 સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે મોકલી અપાયા હતા. હાલમાં જિલ્લાનો કુલ આંક 3243 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો