તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મત્સ્યોદ્યોગ:ખેડા જિલ્લામાં 1800 હેકટર વિસ્તારમાં મત્સ્યોદ્યોગ કરાય છે

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇજારદારોને આશરે 250 તળાવ ટેન્ડર પદ્ધિતથી અપાયા

ખેડા જિલ્લામાં આશરે 250 જેટલાં તળાવ મત્સ્ય ઉછેર માટે ઇજારદારોને ફાળવવામાં આવેલાં છે. જેનાથી સરકાર અને પંચાયતોને અંદાજે બે કરોડથી વધુની આવક થાય છે. આ અંગે ખેડા જિલ્લા મત્સ્યોદ્યોગ અધિક્ષકે જણાવ્યું કે, જિલ્લામાં આશરે 250 તળાવ ઇજારદારોને મત્સ્યઉછેર માટે ટેન્ડર પધ્ધતિથી બોલી બોલીને આપવામાં આવે છે.

જિલ્લામાં આશરે 1800 હેક્ટર વિસ્તાર મત્સ્યોદ્યોગ હેઠળ આવરી લેવાયો છે. આ મત્સ્ય ઉછેરથી સરકાર અને પંચાયતોને વાર્ષિક બે કરોડથી વધુ આવક થાય છે. મત્સ્ય ખેડૂતોને સરકારની ફિશરીઝ ઓફિસ દ્વારા મત્સ્યબીજ ઉછેર વગેરે 40 થી 90 ટકા રાજ્ય સરકાર દ્વારા ઇજારદારને આપવામાં આવે છે.

જિલ્લામાં વધુ 70 ગામતળાવને મત્સ્યોદ્યોગમાં આવરી લેવાશે
આગામી દિવસોમાં ખેડા જિલ્લાના આશરે 70 જેટલાં વધુ ગામતળાવને મત્સ્યોદ્યોગ માટે આવરી લઇને મત્સ્ય ઉછેર માટે નવીન તકો ઉભી કરવાના પ્રયત્નો હાલમાં અમલમાં છે. જેના માટે ટેન્ડર જાહેર કરી હરાજીથી ઇજારદારોને પરવાનો આપવામાં આવશે. અંદાજિત દોઢ-બે વર્ષમાં માછલી બે થી ત્રણ કિલોની બજારમાં વેચાણ માટે તૈયાર થઇ જાય છે. > અમીષા પટેલ, અધિક્ષક, મત્સ્યોદ્યોગ વિભાગ, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો