તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • First The Construction Of The Peak, Now The Flag Hoisting Centuries Later, The 52 yard Flag Is Now Hoisted On The 12th Century Shiva Temple Demolished By The Mughal Ruler.

ગળતેશ્વરમાં ધર્મોજય:શિખર નિર્માણ બાદ હવે સદીઓ પછી ધ્વજારોહણ; મુઘલ શાસકે ધ્વસ્ત કરેલા 12મી સદીના શિવાલયનું શિખર બનાવાયા બાદ 52 ગજની ધ્વજા ચઢાવાઈ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગળતેશ્વર મહાદેવના મંદિરનું શિખર બનીને તૈયાર થઈ ગયું છે. - Divya Bhaskar
ગળતેશ્વર મહાદેવના મંદિરનું શિખર બનીને તૈયાર થઈ ગયું છે.

ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે મુઘલ સામ્રાજ્ય વખતે મહાદેવનું શિખર તોડી નાખવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી આ મંદિર શિખરવિહોણું હતું. પરંતુ સંતરામ મહારાજ અને અન્યોના પ્રયાસ બાદ તેને શિખરબધ્ધ બનાવાયું છે અને સોમવતી અમાસના દિવસે સદીઓ બાદ તેની પર બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. ધ્વજારોહણમાં ખૂબ મોટી સંખ્યામાં સંતો, મહંતો આશીર્વચન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આજે સોમવારે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

શિખર તયાર થઈ જતા શ્રાવણ માસના છેલ્લા સોમવારે અહી સદીઓ બાદ 52 ગજની ધ્વજા ચઠાવવામાં આવી હતી.
શિખર તયાર થઈ જતા શ્રાવણ માસના છેલ્લા સોમવારે અહી સદીઓ બાદ 52 ગજની ધ્વજા ચઠાવવામાં આવી હતી.

આસપાસના ગ્રામજનોએ પણ ધ્વજારોહણ માં મોટી સંખ્યામાં હાજરી આપી લાભ લીધો અને ભંડારા ની પ્રસાદી લઈ ગળતી નદીમાં સ્નાન કર્યું હતું.ખેડા જિલ્લાનું યાત્રાધામ ગળતેશ્વર કે જ્યા વડોદરા, અમદાવાદ, સુરત થી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અહીં દેવાધિદેવ મહાદેવના મંદિરને મુઘલ સામ્રાજ્ય દરમિયાન ખંડિત કરવામાં આવ્યું હતું. આ મંદિર સૈકાઓથી શિખરવિહિન હતું. પરંતુ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે નડિયાદ મંદિરના મહારાજે તેને શિખરબધ્ધ કરવા માટે રજૂઆત કરી હતી.

શિખર તૈયાર થઈ જતા આજરોજ સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાના અંતિમ સોમવારના સંયોગને જોતા ભક્તો દ્વારા 52 ગજની ધ્વજા ગળતેશ્વર દાદાને અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગળતેશ્વર મંદિરના મોહનદાસજી મહારાજ, નડિયાદ સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ અને મોટી સંખ્યામાં સંતો મહંતો દ્વારા વિધિપૂર્વક ગળતેશ્વર મહાદેવનું ધ્વજારોહણ કરવામાં આવ્યું.

3 વર્ષ ચાલ્યું શિખર બનાવવાનું કામ
નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ મંદિરને શિખરબદ્ધ બનાવવા માટેની મંજૂરી મળી હતી. પૂ.રામદાસ મહારાજે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા આ શિખર નિર્માણનું કામ શરૂ થયુ હતુ. હજુ પણ મંદિરમાં બીજા અન્ય જીર્ણોધ્ધારના કામો થવાના બાકી છે, જે પૂર્ણ કરવા તેઓ પ્રયત્નશીલ રહેશે.

ભવ્ય શોભાયાત્રા સાથે ધ્વજારોહણ
ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે 52 ગજની ધ્વજારોહણમાં 1500 થી વધારે ભોળાનાથના ભક્તો અને યાત્રાળુઓએ લાભ લીધો હતો. ભવ્ય શોભાયાત્રા સાથે જય ભોલે, હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. સાથે ભવ્ય ભંડારાનું આયોજન કર્યું હતું. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો.

અન્ય સમાચારો પણ છે...