તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રીલ:રાજકોટની ઘટના બાદ નડિયાદની ત્રણ હોસ્પિટલમાં આગનું રીહર્સલ

નડિયાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માત્ર 7 મિનિટમાં જ દર્દીઓને વોર્ડની બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયાં

રાજ્યની હોસ્પિટલોમાં આગના બનાવો બનતાં રહેતાં અનેક માનવજિંદગી ભીષણ આગમાં ભડથું થઇ છે. જેને પગલે અગમચેતીના ભાગરૂપે નડિયાદમાં મોકડ્રીલ ગોઠવવામાં આવી હતી. નડિયાદ શહેરની સિવિલ હોસ્પિટલ તથા એન.ડી.દેસાઇ હોસ્પિટલ અને શ્લોક હોસ્પિટલમાં આ કવાયત હાથ ધરી હતી. નડિયાદ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.નાસર ડેસરના જણાવ્યા મુજબ, મેટરનીટિ વોર્ડમાં રવિવારે સવારે 11/10ના આગ ભભૂકી હતી. જેથી દર્દીઓમાં અફડાતફડી મચી ગઇ હતી. આગ લાગ્યાની જાણ થતાં સીડીએમઓ.ડો.તૃપ્તિબેન શાહ, ડો.ધીરેન શાહ સહિતના સ્ટાફે તુરંત જ વોર્ડમાં ધસી જઇને દર્દીઓને, બાળકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

અહીંના વોર્ડમાંના સ્ત્રી 26 તથા 17 બાળકો પૈકીના 20 જેટલાંને માત્ર 7 મિનિટમાં જ વોર્ડની બહાર કાઢી અન્યત્ર ખસેડ્યાં હતા. આગની જાણ થતાં જ પાંચેક મિનિટમાં જ ફાયર બ્રિગેડના ચીફઓફિસર દીક્ષિત પટેલ સ્ટાફ સાથે હોસ્પિટલ દોડી આવ્યા હતા. જો કે, આગને હોસ્પિટલ સ્ટાફે હોલવી નાખી હતી. હોસ્પિટલમાં આગ સામેની સુરક્ષા માટે કુલ 160 ફાયર એશ્ટીંગ્યૂશર વસાવાયા છે. દર્દીઓને અન્યત્ર ખસેડવા બે એમ્બ્યુલન્સ, તબીબી સ્ટાફ તૈનાત છે તેમ ડો.નાસરએ જણાવ્યું હતુ. આ ઉપરાંત એન.ડી. દેસાઇ અને શ્લોક હોસ્પિટલમાં વહીવટીતંત્ર દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો