મોકડ્રીલ:નડિયાદમાં ત્રણ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવના પગલે દર્દીઓનો જીવ તાળવે ચોંટાયા, અંતે મોકડ્રીલ હોવાનું ખુલ્યું

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદની સિવિલ, મહાગુજરાત અને N.D. દેસાઈ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં અંતે મોકડ્રીલ હોવાનું ખુલ્યું
  • મોકડ્રિલમાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ,108 એમ્બ્યુલન્સ અને નડિયાદ ટાઉન પોલીસ પણ જોડાઈ

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આજે ત્રણ હોસ્પિટલમાં એકાએક આગ લાગવાની ઘટના બની છે. જેના કારણે દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં. જોકે અંતે આ તમામ હોસ્પિટલોમાં તંત્રએ મોકડ્રીલ કર્યું હોવાનું જાણવા મળતાં દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

સમગ્ર રાજ્યમાં કોવિડની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે. આ આગ લાગવાની ઘટનાને કઈ રીતે સમયસર પહોંચી દર્દીઓને બચાવી શકાય તે હેતુથી તંત્ર દ્વારા આજે નડિયાદમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જિલ્લાની સૌથી મોટી નડિયાદ સ્થિત આવેલ સિવિલ હોસ્પિટલ, મહાગુજરાત હોસ્પિટલ અને એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં રવિવારે સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ એકપછી એક ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને નડિયાદની શહેર પોલીસને કરાતાં આ ત્રણેય ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.

જોકે તે પહેલાં આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ તમામ વચ્ચે હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો જીવ તાળવે ચોંટી ગયા હતા અને હોસ્‍પિટલોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે થોડા સમય બાદ આ મોકડ્રીલ હોવાનું ખુલતાં દર્દીઓ અને તેમના સગાઓએ રાહતનો શ્વાસ લીધો છે.

સૌથી પહેલાં નડિયાદ સિવિલ હોસ્પિટલનો કોલ મળ્યો જે ઘટનાના થોડા મીનીટ બાદ મહાગુજરાત અને છેલ્લે એન. ડી. દેસાઈ આમ ત્રણેય જગ્યાઓ પર થઈને સવા કલાકની અંદર આ મોકડ્રીલ યોજાયું હતું. જેમાં સમયસર ફાયરબ્રિગેડ, પોલિસ અને 108ની ટીમ આવે છે કે નહી તેની ચકાસણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...